જામનગરના 11 વર્ષીય બાળકને સંગીતનો શોખ હોવાથી નાની વયથી વાંજીત્રો વગાડતા શીખ્યો. અલગ-અલગ વાંજીત્રો વગાડી અનેક જગ્યાએ પ્રર્ફોમન્સ પણ કર્યુ છે. જામનગરના લાલવાડી વિસ્તારમાં રહેતા 11 વર્ષીય ભવ્ય કુબાવત સંગીતનો બાળ કલાકાર છે. જે 5 વર્ષનો હતો ત્યારથી સંગીતમાં શોખ હોવાથી સંગીતના વાંજીત્રો વગાડતા શીખ્યો.
છ વર્ષની સતત મહેનતથી હાલ અલગ-અલગ સાત વાંજીત્રો સારી રીતે વગાડી શકે છે. ઢોલ, નગારા, ડ્રમ સેટ, તબલા, કહાન, ઢોલક, ઓક્રેસ્ટ્રાપેડ સહીતના વાંજીત્રોમાં અલગ-અલગ ધુન પર પોતાની કલા રજુ કરી શકે છે. તેણે તબલા માટે કથાકાર મોરારી બાપુના તબલચી મેંહદી હસન ખાન પાસે તાલીમ મેળવી છે. તબલામાં મધ્યમાં પુર્ણની પરીક્ષા આપી છે. સાથે લંડનની યુનિવર્સિટીમાં ટ્રીનીટી-6 લેવલની પરીક્ષા આપી છે.