નેમિનાથજી જિનાલય 22માં તિર્થાધિપતિ પરમ યોગેશ્ર્વર ગિરનાર શણગાર નેમિનાથ પરમાત્માના જન્મ કલ્યાણકની આજરોજ ઉજવણી કરવામાં આવી રહી છે. જામનગર શહેરમાં વાણિયા વાડ વિસ્તારમાં આવેલ નેમિનાથ જિનાલય ખાતે સવારે શણગાઇ વાદન, દાદાની પખછાલ પૂજા, કેશર પૂજા, ધ્વજારોહણ, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. જૈન શ્રાવક-શ્રાવિકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને ધાર્મિક આયોજનોમાં સહભાગી થયા હતાં.