Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરથી નમી-નેમિ છ’રી પાલકયાત્રા સંઘનું પ્રયાણ

Video : જામનગરથી નમી-નેમિ છ’રી પાલકયાત્રા સંઘનું પ્રયાણ

મેયર વિનોદ ખીમસુરીયા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, સ્ટે. ચેરમેન નિલેશ કગથરા સહિતના મહાનુભાવોએ ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું : તા. રર જાન્યુઆરીના પાલિતાણા પહોંચશે

- Advertisement -

જામનગર થી ગિરનાર થઈ સિદ્ધાંચલ ગિરિરાજનો 37 દિવસીય ’શ્રી નમિ-નેમિ-આદિજિન છ’રી પાલક યાત્રા સંઘ’નું આયોજન કરવામાં આવ્યું છે. ગચ્છસ્થવંર પ.પૂ. આચાર્ય દેવ શ્રીમદ વિજય લલિતશેખર સુરીશ્ર્વરજી મહારાજ, પ.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય મનમોહનસુરીશ્વરજી મહારાજ, પ.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રવિશેખર સુરીશ્ર્વરજી મહારાજ, પ.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય હેમપ્રભસુરીશ્ર્વરજી મહારાજ, પ.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય ધર્મશેખરસુરીશ્ર્વરજી મહારાજ, પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયધર્મસુરીશ્ર્વરજી મહારાજ અને પ.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય હર્ષશેખરસુરીશ્વરજી મહારાજ તથા આદિ શતાધીક શ્રમણ-શ્રમણી ભગવંતોની નેત્રાનંદકારી નિશ્રામાં ગઇકાલે મેહુલનગર દેરાસરથી સંઘે પ્રયાણ કર્યુ હતું.

- Advertisement -

આ તકે જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, મેયર વિનોદભાઇ ખીમસૂર્યા તથા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા સહિતના મહાનુભાવોએ ઝંડી બતાવી સંઘ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

- Advertisement -

મેહુલનગર દેરાસર થી પ્રયાણ થયેલ યાત્રા સંઘ કામદાર દેરાસર, ચંપાવિહાર દેરાસર, ઓશવાળ કોલોની દેરાસર, દિગ્વિજય પ્લોટ દેરાસર, ખંભાળિયા મેઈન ગેટ થઈને ચાંદીબજાર થઈ લાલવાડી દેરાસરે આ સંઘ પહોંચશે. ઉપરોક્ત તમામ દેરાસરે ધજા ચડાવવામાં આવશે.

આ યાત્રા સંઘ 30 જગ્યાએ પડાવ નાખશે. જેમાં તા. 17/1ર ના લાલવાડી એ પ્રથમ પડાવ બાદ તા. 18/1ર ના વિજરખી, તા. 19/1ર ના મતવા, તા. ર0/1ર ના હરિપર, તા. ર1/1ર ના કાલાવડ, તા. રર/1ર ના ટોડા, તા. ર3/1ર ના સાતોદડ, તા. ર4/1ર ના જામકંડોરણા, તા. રપ/1ર ના વેગડીએ આ યાત્રાસંઘ પડાવ નાખશે. આમ આ યાત્રા સંઘ તા.રર/01-ર0ર4 ને સોમવારે પાલીતાણા (માળ) પહોંચશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular