જામનગર શહેરમાં પટેલ કોલોની વિસ્તારમાં આવેલા શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસરમાં બિરામજમાન મુળ નાયક ભગવાન પાર્શ્વનાથના 2900માં જન્મ કલ્યાણકની ત્રણ દિવસ ઉજવણી કરાઇ હતી. આ ઉપરાંત અર્ધશત્રુજ્યસમા ચોરીવાળા દેરાસરમાં બિરાજમાન ભાભા પાર્શ્વનાથ તથા શત્રુખાનામાં અમિઝરા પાર્શ્વનાથ, શામળા પાર્શ્વનાથજીની પ્રતિમાઓને સોના-ચાંદીના વરખની આંગી કરવામાં આવી હતી.
શુક્ર-શનિ-રવિ એમ ત્રણ દિવસ 24 તિર્થંકરોમાંના શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો 2900મો જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના એકમાત્ર મુળનાયક શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર આવેલ છે. જ્યાં ભગવાનના જન્મ કલ્યાકણની ઉજવણી કરવામાં આવી હતી. ત્રણ દિવસ સવારે ભક્તામર સ્તોત્ર, સ્નાત્ર પૂજા, બપોરે પંચ કલ્યાણક પૂજા, સાંજે ભગવાનને આંગી તથા રાત્રીના વિક્રમભાઇ મહેતા એન્ડ પાર્ટી દ્વારા ભાવના ભણાવવામાં આવી હતી. ભગવાનના જન્મ કલ્યાણકના દિવસે ભગવાનને સોનાના વરખની આંગી કરવામાં આવી હતી. જેનો બહોળી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
અઠ્ઠમ તપશ્ર્ચર્યાવાળા (ત્રણ દિવસ ઉપવાસ) તથા પ્રથમ દિવસે સાકરીયા પાણી પી ઠામ ચૌવિહાર, બીજા દિવસે ખિર ખાઇને ઠામ ચૌવિહાર તથા ગઇકાલે ત્રીજા દિવસે ભર્યેભાણે એકાસણું કરેલ હતું. આજે સવારે 8:30 કલાકે શંખેશ્વર આરાધના ભવનમાં તપસ્વીઓના પારણા કરાવવામાં આવ્યા હતાં. ઉપરાંત જૈન તિર્થંકર પાર્શ્વનાથજીના 2900મા જન્મ કલ્યાણકના પાવન પર્વે અર્ધ શત્રુજય સમા જામનગરના ચોરીવાળા દેેરાસરમાં બિરાજમાન ભાભા પાશ્ર્ચર્વનાથ, અમીઝરા પાર્શ્ર્ચનાથ, શત્રુખાના દેેરાસર ખાતે બિરાજમાન શામળા પાશ્ર્ચર્વનાથજીની પ્રતિમાઓને સોના-ચાંદીના વરખ અને આભુષણોની આંગી કરવામાં આવેલ તેમજ દીપ માળાઓથી દહેરાસરના ગર્ભગૃહને ઝળહળતા કરવામાં આવ્યા હતાં.