ગોંડલ સંપ્રદાયના પૂ. ધીરગુરૂદેવ તા.28-12ને ગુરૂવારના રોજ સવારે ટુમકરૂથી વિહાર કરીને પાર્શ્ર્વલબ્ધિ જૈન મંદિરના વિહાર માર્ગે તપોવન પાસે સવારે 7-45 કલાકે કોઇ અજાણ્યા કારચાલકે પાછળથી ધીરગુરૂદેવ જે વ્હીલેચરમાં હતા તેને જોરદાર ટકકર મારી હતી. વિલચેર વાહનની ટકકરના કારણે ઉપરનું છજું સંપૂર્જ્ઞપણે નાશ પામ્યું હતું. આ અકસ્માતના કારણે ધીરગુરૂદેવને હાથ અને પગમાં ઇજા થઇ હોવાથી પાશ્ર્વલબ્ધિ મંદિર લઇ જવામાં આવ્યા હતા. જયારે વ્હીલેર ચાલકને પગમાં ફેકચર થવાની ઘનશ્યામ પારેખ વગેરે તાત્કાલિક બેંગ્લોર હોસ્પિટલ લઇ ગયા હતા અને ઓપેરશન કરવામાં આવ્યું હતું.
જૈન મંદિર ખાતે બેંગ્લોર ગુજરાતી જૈન સંઘની ધર્મસભાને સંબોધતા પૂ. ગુરૂદેવે જણાવ્યું હતું કે, જ્ઞાનદશામાં જે કર્મો ઉદયમાં આવે છે તે મહાલાભનું કારણ બને છે. જગતના તમામ જીવો સાથે મૈત્રીભાવ અને કરૂણાભાવ વર્ધમાન બનતો રહે એ જ સાચી સાધના છે. ત્યારબાદ ડૉકટરોની સલાહ મુજબ પ્રાથમિક સારવાર માટે બપોર પછી પૂ. ગુરૂદેવને ભગવાન મહાનવીર જૈન હોસ્પિટલ વસંતનગરમાં દાખલ કરાતાં ટ્રસ્ટીમંડળ હાજર રહીને વૈયાવચ્ચનું ભગીરથ કાર્ય કર્યુ હતું.
અકસ્માતથી લઇ તમામ કાર્યવાહીમાં સંઘ પ્રમુખ રાજેશભાઇ મહેતા, ઉપપ્રમુખ ભરતભાઇ મોદી, મંત્રી ચેતનભાઇ અજમેરા, સંઘ સેવક શૈલેશ કપાસી વગેરે તેમજ મહેશ કોઠારી વગેરે સેવારત હતા. ગોંડલ ગચ્છ શિરોમણી પૂ. જશરાજજી મ.સા. શાસન પ્રભાવક પૂ. નમ્ર મુનિ મ.સા. આદિ સંત-સતીજીઓએ આરુગ્ગ બોહિલાભની ભાવના ભાવિ છે. પૂ. ગુરૂદેવ રવિવારથી તુરખીયા જૈન ભવન, ગાંધીનગર ખાતે બિરાજશે.