અમદાવાદમાં આઇટીનું મેગા ઓપરેશન હાથ ધરવામા આવ્યું છે. જેમા લાબા સમય બાદ અમદાવાદમા ફરી સપાટો બોલાવ્યો છે. તેમા જાણીતા એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લી. પર આઇટીની તવાઇ છે. તથા ગુજરાતના જાણીતા ટાઇલ્સ ઉત્પાદક પર આઇટીના દરોડા પડ્યા છે. એકસાથે 35થી 40 જગ્યાએ આઇટી ત્રાટક્યું છે. અમદાવાદના ઇસ્કોન યોક પર આવેલી કોર્પોરેટ ઓફિસ પર તપાસ થઇ રહી છે. તથા હિંમતનગરની ફેક્ટરી પર પણ દરોડા પાડવામા આવ્યા છે.તેમજ અમદાવાદમા રહેતા તમામ ભાગીદારોને ત્યાંની ટુકડી પહોંચી છે. જેમાં કમલેશ પટેલ, કાળીદાસ પટેલને ત્યા ટુકડી પહોંચી છે. તથા સુરેશ પટેલ અને મુકેશ પટેલને ત્યા પણ તપાસ ચાલી રહી છે. અને ગુજરાત બહાર પણ 1ની તપાસ લબાઇ છે. મોરબીમા રહેલા જોઇન્ટ વેન્ચરને ત્યા પણ તપાસ પહોંચી છે. પોલીસના મોટા કાફલા સાથેનું ઓપરેશન થતા આઇટીના 200 અધિકારીઓ તપાસમા જોડાયા છે.