Sunday, December 22, 2024
Homeમનોરંજનતો બબીતાએ પણ તારક મહેતા શો માંથી વિદાય લીધી ?

તો બબીતાએ પણ તારક મહેતા શો માંથી વિદાય લીધી ?

- Advertisement -

- Advertisement -

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાજી ઉર્ફે મુનમુન દત્તા ઘણા સમયથી શોમાં જોવા મળતી નથી. એકા એક શો માંથી ગાયબ થઈ જતા બબીતાએ શો છોડી દીધો હોય તેવી ચર્ચાઓ વહેતી થઇ છે.  આ મુદ્દે હવે બબીતાજી એટલે કે મુનમુન દત્તાએ મૌન તોડ્યું છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીની ભૂમિકા ભજવતી અભિનેત્રી મુનમુન દત્તાએ પોતાના વિશે થઈ રહેલી અટકળો પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આ પ્રકારના ખોટા રિપોર્ટંગે તેમના જીવન પર નકારાત્મક અસર નાખી. મુનમુન દત્તાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેયર કરીને જણાવ્યું છે કે ‘છેલ્લાં 2-3 દિવસથી કેટલી બાબતોને ખોટી રીતે કહેવામાં આવી રહી છે. આને કારણે મારા જીવન પર નેગેટિવ અસર થઈ રહી છે. લોકો એમ કહે છે કે હું શોના સેટ પર જતી નથી. આ વાત ખોટી છે.’

- Advertisement -

મુનમુનનું કહેવું છે કે તેઓ શો છોડી નથી રહી જો તેઓ છોડશે તો સૂચના પોતે આપશે. તેમજ શો માં હાલ મારી હાજરીની જરૂરત નથી. માટે મને પ્રોડક્શન તરફ શૂટ કરવા બોલાવવામાં નહિ આવી. હું શો ના સીન અથવા સ્ટોરી નક્કી કરતી નથી. પ્રોડક્શન કરે છે. હું માત્ર એક વ્યક્તિ છું જે કામ પર જાય છે, પોતાનું કામ કરે છે અને પાછી આવી જાય છે, માટે જો કોઈ સીનમાં જરૂરત નથી તો નિશ્ચિત રૂપથી હું શુટિંગ કરવા નહિ જાઉં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular