Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતડિસ્ચાર્જનો આંકડો વધારવા પર તથા મોતનો આંકડો ઘટાડવા પર, ધ્યાન આપવું જરૂરી

ડિસ્ચાર્જનો આંકડો વધારવા પર તથા મોતનો આંકડો ઘટાડવા પર, ધ્યાન આપવું જરૂરી

સૌરાષ્ટ્રમાં વધુ 1,640 કેસ: ગુજરાતમાં 8,152 કેસ: રિકવરી રેટ ઘટયો છે તેનાં પર ફોકસ જરૂરી

- Advertisement -

સૌરાષ્ટ્રમાં એક પછી એક જિલ્લામાં કોરોનાનું સંક્રમણ જેટ ગતિએ આગળ ધપી રહ્યું છે. મહામારીની બીજી લહેરમાં રાજકોટ અને ત્યારબાદ જામનગરમાં કેસ અને મૃત્યુઆંક વધતો હતો. પરંતુ હવે અન્ય જિલ્લાઓમાં પણ સ્થિતિ ગંભીર થતી જાય છે. જો કે, રાજકોટ અને જામનગરમાં તો કોરોનાનું કાળ ચક્ર ફરી રહ્યું હોય તેમ ગુરૂવારે રાજકોટમાં 82 અને જામનગરમાં 41 દરદીએ સારવાર દરમિયાન દમ તોડયો હતો. જો કે, આ અંગે સત્તાવાર કોઈ જાહેરાત કરાઈ નથી. બીજી તરફ ભાવનગર અને જૂનાગઢમાં પણ હવે 100થી વધુ કેસ આવી રહ્યા છે તો અમરેલી અને સુરેન્દ્રનગરમાં નવા કેસનો આંક 100ની નજીક પહોચી રહ્યો છે.

- Advertisement -

ગુરૂવારે રાજકોટ શહેરમાં 698 અને ગ્રામ્યમાં 64 મળીને જિલ્લામાં નવા 781 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 33499 થયો હતો. જેમાંથી વધુ 354 દરદી ડિસ્ચાર્જ થયા હતા અને 82 દરદીનો ભોગ લેવાતા અત્યારે શહેરના 3989 અને ગ્રામ્યના 521 મળીને જિલ્લાના 4510 એક્ટિવ કેસ રહ્યા હતા.

જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સારવાર દરમિયાન ગુરૂવારે 41 દરદીના મૃત્યુ નિપજ્યા હતા. આ મૃતકોમાં 40 ટકા મૃત્યુ રાજકોટ, મોરબી તથા દ્વારકા જિલ્લાના હોવાનું સામે આવી રહ્યું છે. બીજી તરફ શહેરના 189 અને ગ્રામ્યના 120 મળીને જિલ્લામાં નવા 309 કેસ નોંધાયા હતા અને 212 દરદી સાજા થયા હતા.

- Advertisement -

ભાવનગર શહેરમાં 102 અને ગ્રામ્યમાં 68 મળીને જિલ્લામાં નવા 170 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 8383 થયો હતો. જેમાંથી વધુ 71 દરદી ડિસ્ચાર્જ થતા અત્યારે 1128 એક્ટિવ કેસ રહ્યા હતા.

જૂનાગઢ શહેરમાં 54 તેમજ તાલુકા-ગ્રામ્યમાં 53 મળીને જિલ્લામાં નવા 107 કેસ નોંધાયા હતા અને 72 દરદી કોરોનાને મહાત આપવામાં સફળ થયા હતા. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં નવા 74 કેસની સામે માત્ર 2 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 72 કેસની સામે 17 દરદી ડિસ્ચાર્જ થયા હતા. મોરબી જિલ્લામાં નવા 48 કેસ નોંધાયા હતા અને 16 દરદી સાજા થયા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયામાં 15 તથા દ્વારકા શહેરમાં 11 મળીને જિલ્લામાં નવા 46 કેસ નોંધાયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં 24 કેસની સામે 27 દરદી ડિસ્ચાર્જ થયા હતા તો બોટાદમાં 17 કેસની સામે 3 અને પોરબંદર જિલ્લામાં 11 કેસની સામે 7 દરદી કોરોનાના ચેપમાંથી મુક્ત થયા હતા.

- Advertisement -

રાજ્યમાં કોરોના વાયરસના આજે વિક્રમી 8,152 નવા કેસ નોંધાયા છે અને કુલ 81 દર્દીઓનાં કોરોનાથી મૃત્યુ થયા છે. આ સાથે જ અત્યાર સુધીના સૌથી વધુ એક્ટિવ કેસ હવે ગુજરાતમાં હોવાનું મનાય છે. એક્ટિવ કેસનો આંકડો 44298 તો મૃત્યુ આંક અત્યાર સુધીમાં 5000ને વટાવી 5076 ગયો છે. અમવાદમાં આજે 2672, સુરતમાં 1864 અને રાજકોટમાં 762 કેસ નોંધાયા છે. આ સ્થિતિમાં રાજ્યમાં હવે સરકારને કોરોનાને નાથવા માટે તમામ શક્તિઓ કામ લગાડવી પડશે તેમ જણાય છે.

રાજ્યમાં ગુરૂવારે અમદાવાદ શહેરમાં 27, સુરત શહેરમાં 25, રાજકોટ શહેરમાં 8, વડોદરા શહેરમાં 6, બનાસકાંઠામાં 2, ગાંધીનગર શહેરમાં 2, રાજકોટ જિલ્લામાં 2, સાબરકાંઠા જિલ્લામાં 2, અમદાવાદ, આણંદ, ભરૂચ, ગાંધીનગર, જૂનાગઢ, સુરત વડોદરા જિલ્લામાં 1-1 મળીને કુલ મોતની સંખ્યા 81 થઈ છે. જ્યારે 3,023 દર્દીઓએ કોરોનાને મહાત આપી છે. રાજ્યમાં હવે 44298 એક્ટિવ કેસ છે. જૈ પૈકી વેન્ટીલેટર પર કુલ 267 દર્દીઓ છે. જ્યારે સ્થિર હાલત ધરાવતા દર્દીઓની સંખ્યા 44031 છે. અત્યાર સુધીમાં કુલ 3,26, 394 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે રાજ્યમાં વધતા જતા કેસના કારણે રિકવરી રેટ ઘટીને 86.86 ટકા થયો છે.

અમદાવાદમાં 2631, સુરતમાં 1551, રાજકોટમાં 698, વડોદરામાં 348, સુરત જિલ્લામાં 313, મહેસાણામાં 249, જામનગર શહેરમાં 188, ભરૂચમાં 161, નવસારીમાં 104, બનાસકાંઠામાં 103, ભાવનગર શહેરમાં 102, પંચમહાલમાં 87, પાટણમાં 82, કચ્છમાં 81, દાહોદમાં 79, અમરેલીમાં 74, સુરેન્દ્રનગરમાં 72,’ ભાવનગર જિલ્લામાં 68, રાજકોટ જિલ્લામાં 64, ગાંધીનગર શહેરમાં 61, તાપીમાં 61, મહીસાગરમાં 57, જૂનાગઢ શહેરમાં 54, જૂનાગઢ જિલ્લામાં 54, સાબરકાંઠામાં 52, ખેડામાં 49, આણંદમાં 48, મોરબીમાં 48, વલસાડમાં 48, દેવભૂમિ દ્વારકામાં 46, નર્મદામાં 42, અમદાવાદ જિલ્લામાં 41, અરવલ્લીમાં 30, ગીરસોમનાથમાં 24, બોટાદમાં 17, છોટા ઉદેપુરમાં 16, ડાંગમાં 16, પોરબંદરમાં 11 મળીને કુલ 8,152 નવા કેસ નોંધાયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular