Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયકરચોરો પર ગાળિયો કસવાની તૈયારીમાં આઇટી વિભાગ

કરચોરો પર ગાળિયો કસવાની તૈયારીમાં આઇટી વિભાગ

- Advertisement -

આવકવેરા વિભાગ કરચોરો પર તૂટી પડીને ગાળીયો કસવાની તૈયારીમાં છે. કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડના ચેરમેન નીતીન ગુપ્તાએ જ જાહેર કર્યુ છે કે ટીડીએસ કપાત થઈ હોવા છતાં આવકવેરા રીટર્ન ફાઈલ નહીં કરનારા કરદાતાઓને તુર્તમાં નોટીસો ફટકારવામાં આવશે. આવા કરદાતાઓની સંખ્યા અંદાજે દોઢ કરોડની છે. તંત્ર પાસે ચોકકસ માહિતી છે તેવા કરદાતાઓને નોટીસો પાઠવવામાં આવશે અને તે સંખ્યા હજારોમાં હશે. સીબીડીટીના વડાએ કહ્યું કે આવકવેરા વિભાગને જંગી માત્રામાં ડેટા મળી રહ્યો છે અને તેના આધારે ‘મીસમેચ’ પકડાઈ રહી છે. કરદાતાએ કોઈ માહિતી ન આપી હોય તો રીટર્ન-ભુલ સુધારવા તાકીદ કરવામાં આવે છે. રીટર્નમાં અધુરી માહિતી પૂર્ણ ભરવાના સંદેશાના આધારે આવકવેરા વિભાગે 51 લાખ કરદાતાઓ પાસેથી 4600 કરોડનો ટેકસ મેળવ્યો છે.તેઓએ જણાવ્યું હતું કે, કરદાતાઓને દરેક મોરચે સરળતા રહે તે માટે કરવેરા વિભાગના પ્રયાસો છે. કરદાતાઓને રીફંડ વ્હેલીતકે અપાવા લાગ્યા જ છે. ટેકસવિવાદ રોકવા માટે રીટર્ન અપડેટ કરવાની પણ સવલત આપવામાં આવી રહી છે. કર્ણાટકના મૈસુરમાં તંત્ર દ્વારા ડીમાંડ મેનેજમેન્ટ સેન્ટર પણ સ્થાપવામાં આવ્યું છે જયાં 1 કરોડથી વધુના ટેકસ વિવાદના કેસો પર ફોકસ કરવામાં આવે છે. વિવાદમાં ચોકકસ પોઈન્ટ પર કરદાતાની સંમતિથી કરવેરા અધિકારીઓ, કરદાતા તથા તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એમ ત્રણેય પક્ષકારો એકત્રીત થાય છે અને ટેકસ આકારણીનો વિવાદ સુલઝાવીને સર્વસંમતિ કેળવવાનો પ્રયાસ થાય છે. આ સેન્ટરમાં અત્યાર સુધી કર્ણાટકના જ વિવાદીત ટેકસ કેસો હાથ પર લેવામાં આવતા હતા પરંતુ હવે દેશભરના વિવાદીત કેસો પર કાર્યવાહી કરવામાં આવી છે. 2022માં આ સેન્ટર શરૂ કરવામાં આવ્યુ હતું અને અત્યાર સુધીમાં 2.50 લાખ કેસોનું નિવારણ કરવામા આવ્યું છે. દરમ્યાન કેન્દ્ર સરકારે બજેટમાં 2009-10ના વર્ષ કરતા જુના વર્ષોની 25000 સુધીની ટેકસ ડીમાંડ તથા 2010-11થી 2014-15 સુધીની 10000 સુધીની ટેકસ ડીમાંડ રદ કરવાનું જાહેર કર્યુ છે તે વિશેનો પરિપત્ર સીબીડીટી તુર્તમાં બહાર પાડશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત સપ્તાહમાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને રજુ કરેલા સામાન્ય અંદાજપત્રમાં વર્ષો જુના નાના ટેકસ વિવાદો રદ કરીન વહીવટી ઝંઝટ ખત્મ કરવાની દરખાસ્ત કરી હતી. નાની રકમની જુની ટેકસ ડીમાંડના આવા એક કરોડ કેસ છે જેમાં 3500 કરોડની રકમ છે. કરદાતાઓને એકથી વધુ વિવાદીત ટેકસ ડીમાંડમાં પણ તેનો લાભ મળવાનો છે પરંતુ જુદી-જુદી ડીમાંડમાં કુલ રકમ 1 લાખથી વધુ ન થવી જોઈએ તેવી શરત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular