હમાસના આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપી રહેલું ઇઝરાયેલ હવે આરપારના મૂડમાં આવી ગયું છે. ઇઝરાયેલે ગઇકાલે 24 કલાકમાં ઉતરી ગાઝા ખાલી કરી દેવા માટે આદેશ આપ્યો છે. તેમણે યુએનને કાર્યવાહી કરવા અને પેલેસ્ટીઓને બહાર કાઢવા કહયું છે. જયારે યુએને કહ્યું છે કે, 24 કલાકમાં આ વિસ્તારમાં રહેતા 10 લાખથી વધુ લોકોને હટાવવા અશકય છે. ઈઝરાયલની સેનાએ સ્વીકાર્યું છે કે તે 7 ઓક્ટોબરે હમાસના હુમલાને રોકવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. ઈઝરાયલના આર્મી ચીફે કહ્યું- લોકોની સુરક્ષા કરવી સેનાનું કામ છે, પરંતુ અમે આમાં નિષ્ફળ ગયા. આ આપણા માટે એક બોધપાઠ છે. હવે યુદ્ધનો સમય છે. તે જ સમયે, ઇઝરાયલે સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ને મોટી કાર્યવાહી કરવા અને ગાઝામાં રહેતા પેલેસ્ટાઈનીઓને 24 કલાકમાં બહાર કાઢવા માટે કહ્યું છે. યુએનના પ્રવક્તાએ કહ્યું છે કે આ વિસ્તારમાં 10 લાખથી વધુ લોકો રહે છે. આ ગાઝાની અડધી વસ્તી છે. યુએનએ અપીલ કરી છે કે ઇઝરાયલ આ આદેશ પાછો ખેંચે.
હમાસે ઈઝરાયલના હુમલા સામે શુક્રવારે વિશ્ર્વભરમાં વિરોધ પ્રદર્શન કર્યું છે. પેલેસ્ટિનિયનોને પશ્ચિમ કાંઠે અને પૂર્વ જેરુસલેમમાં અલ-અક્સા મસ્જિદ તરફ કૂચ કરવાનું કહેવામાં આવ્યું છે.
પેલેસ્ટિનિયનો આખો દિવસ અલ-અક્સા મસ્જિદમાં રહેશે. શુક્રવારની નમાજ માટે મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચે છે. હમાસે તેભના સમર્થકોને ઇઝરાયલી સૈનિકોનો સામનો કરવા માટે મુક્ત લગામ આપી છે. ઈઝરાયલે વિદેશમાં રહેતા પોતાના નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.
ઈઝરાયલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 2,700 લોકો માર્યા ગયા છે. તેમાંથી લગભગ 1,300 ઈઝરાયલ છે. અત્યાર સુધીમાં લગભગ 1,400 પેલેસ્ટિનિયનોએ પણ જીવ ગુમાવ્યા છે. ઈઝરાયલનું કહેવું છે કે તેની સેનાએ 6 દિવસમાં હમાસની 3,600 જગ્યાઓ પર હુમલો કર્યો છે. ગાઝા પર 6 હજાર બોમ્બ ફેંકવામાં આવ્યા છે. આ બોમ્બનું વજન લગભગ 4 હજાર ટન છે.