Thursday, January 9, 2025
Homeરાજ્યજામનગરજી. જી. હોસ્પિટલમાં HMPV ના આક્રમણ સામે આઈસોલેશન વોર્ડ તૈયાર - VIDEO

જી. જી. હોસ્પિટલમાં HMPV ના આક્રમણ સામે આઈસોલેશન વોર્ડ તૈયાર – VIDEO

- Advertisement -

 

- Advertisement -

કોરોના જેવા ભયાનક વાઈરસ બાદ ચીનમાં શરૂ થયેલા હ્યુમન મેટાન્યુમો વાઈરસ (HMPV) વાઈરસે સમગ્ર વિશ્ર્વમાં પગપેસારો શરૂ કરી દીધો છે. તેમાં પણ ખાસ કરીને ભારતમાં અને ગુજરાતમાં પણ હ્યુમન મેટાન્યુમો વાઈરસ (HMPV) ના કેસની શરૂઆત થઈ ગઇ છે. જે સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા સાવચેતીના પગલાં તથા લોકોમાં હ્યુમન મેટાન્યુમો વાઈરસ (HMPV) વાઈરસ સંદર્ભે જાગૃત્તતા અને રક્ષણ મેળવવા માટેના સુચનોની જાણકારી આપવામાં આવી રહી છે. ચીનના હ્યુમન મેટાન્યુમો વાઈરસ (HMPV) ના આક્રમણ સામે જામનગરની જી. જી. હોસ્પિટલના સુપ્રિ. ડો. દિપક તિવારી અને ડીન ડો. નંદીની દેસાઈના નેજા હેઠળ તબીબોની બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ જી. જી. હોસ્પિટલમાં 30 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને હોસ્પિટલ વિભાગ દ્વારા જુદી જુદી કમિટી બનાવી આ વોર્ડમાં પૂરતી ઓકસીજનનું પ્રમાણ મળી રહે અને તબીબ તથા નર્સીંગ સ્ટાફ કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular