આજે વહેલી સવારે આમ આદમી પાર્ટીના ઈશુદાન સહીત અન્ય નેતાઓ દ્વારકાધીશના દર્શન કરવા પહોચ્યા હતા. જ્યાં સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો અને સમસ્ત ૮૪ બ્રાહ્મણનાં આગેવાનો દ્વારકાનાં મુખ્ય મંદિરે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા નો વિરોધ કરવા માટે એકઠા થયા હતા. પરંતુ કોઈ કારણોસર આજના કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયા ન આવતા દ્વારકાનાં સમસ્ત બ્રહ્મ સમાજ આગેવાનોએ ઇસુદાન ગઢવીને રજૂઆત કરી હતી કે ગોપાલ ઇટાલિયાએ જે બ્રહ્મ સમાજ, કર્મકાંડી બ્રાહ્મણ અને કથાકારો વિશે લાગણી દુભાઈ તેવી ટીપણી કરી છે તે બાબતે દ્વારકાધીશ મંદિરનાં પરિસરમાં આવી માફી માગે.
બ્રહ્મસમાજના આગેવાનોએ ઈશુદાન સમક્ષ કરેલ રજૂઆત બાદ ઇસુદાન ગઢવીએ ગોપાલ ઇટાલિયા વતી સમસ્ત બ્રાહ્મણ પરિવારની માફી માગી હતી. અને ભવિષ્યમાં ગોપાલ ઇટાલિયા દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા આવશે અને બ્રાહ્મણ સમાજની માફી માંગશે તેવું ખાતરી આપી છે.