Sunday, December 22, 2024
Homeસ્પોર્ટ્સIPL : 212 રન ખડકીને પણ ન જીત્યુ બેંગ્લોર

IPL : 212 રન ખડકીને પણ ન જીત્યુ બેંગ્લોર

- Advertisement -

ગઇકાલે આઇપીએલનો વધુ એક એકશન પેક મેચ જોવા મળ્યો હતો. બેંગલુરૂમાં લખનૌ સુપર જાયન્ટસ અને રોયલ ચેલન્જર્સ બેંગલોર વચ્ચે રમાયેલી મેચમાં ક્રિકેટનો તમામ રોમાંચ જોવા મળ્યો હતો. આ મેચમાં ફાસ્ટેટ ફિફટી, હિટવિકેટ, માંકડેય પધ્ધતિથી આઉટ કરવાનો પ્રયાસ જેવી ઘટનાઓથી દર્શકો રોમાંચિત થઇ ઉઠયા હતા. ખૂબજ રસપ્રદ બનેલી મેચના અંતિમ દડે લખનૌ સુપર જાયન્ટસે માત્ર એક વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો હતો.

- Advertisement -

લખનઉ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને એક વિકેટથી હરાવીને ટૂર્નામેન્ટમાં ત્રીજી જીત મેળવી છે. આ જીતની સાથે જ ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. લખનઉ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને આરસીબીએ પહેલા બેટિંગ કરતા લખનઉની સામે 213 રનનો ટાર્ગેટ રાખ્યો. જેના જવાબમાં લખનઉએ 9 વિકેટ ગુમાવીને છેલ્લા બોલે ટાર્ગેટ એચિવ કર્યો હતો. લખનઉની જીતનો હિરો વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટર નિકોલસ પૂરન રહ્યો, જેને 19 બોલમાં 62 રનની ઈનિંગ રમી. તેને આ સિઝનની સૌથી ઝડપી 15 બોલમાં ફીફ્ટી ફટકારી હતી.

ટોસ હારીને પહેલા દાવમાં ઉતરેલી આરસીબી ટીમની શરૂઆત જ ધમાકેદાર હતી. વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે મળીને પાવરપ્લેમાં જ 56 રન બનાવ્યા. આ દરમિયાન કોહલી ઘણા જ આક્રમક મૂડમાં જોવા મળ્યો અને તેને માર્ક વુડ અને આવેશ ખાનની બોલિંગમાં ઘણાં રન બનાવ્યા. જે બાદ પણ કોહલી અને ડુ પ્લેસિસની તોફાની બેટિંગ યથાવત રહી. બંનેએ 69 બોલમાં 96 રનની ભાગીદારી કરી.

- Advertisement -

અમિત મિશ્રાએ વિરાટ કોહલીને સ્ટોઈનિસના હાથે બાઉન્ડ્રી પાસે કેચઆઉટ કરાવ્યો અને આ પાર્ટનરશિપને તોડી હતી. નિકોલસ પૂરને 19 બોલમાં 62 રનની ઈનિંગ રમી, જેને પોતાની ઈનિંગમાં સાત છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા. આ દરમિયાન પૂરને માત્ર 15 બોલમાં ફિફ્ટી પૂરી કરી, જે હાલની સીઝનની સૌથી ફાસ્ટ ફિફ્ટી છે. પૂરન 17મી ઓવરના છેલ્લા બોલે આઉટ થયો, તે સમયે લખનઉનો સ્કોર 189/6 હતો. પૂરન આઉટ થયા બાદ આયુષ બદોની અને જયદેવ ઉનડકટ વચ્ચે 17 રનની પાર્ટનરશિપ રહી. 19મી ઓવરમાં વેન પાર્નેલના ચોથા બોલે બદોની હિટવિકેટ આઉટ થયો. છેલ્લી ઓવરમાં લખનઉ સુપર જાયન્ટ્સને જીતવા માટે 5 રનની જરૂર હતી અને ત્રણ વિકેટ બાકી હતી. પહેલા બોલે ઉનડકટે એક રન લીધો. તો બીજા બોલે માર્ક વુડ બોલ્ડ થયો. બિશ્નોઈએ ત્રીજા બોલે બે અને ચોથા બોલે સિંગલ આપ્યો. પાંચમા બોલે ઉનડકટ મોટો શોટ ફટકારવા જતાં લોંગ મીડ ઓન પર કેચઆઉટ થયો. હવે છેલ્લા બોલે 1 રનની જરૂર હતી ત્યારે હર્ષલ પટેલની બોલિંગમાં આવેશ ખાને બાયનો એક રન લઈને ટીમને જીત અપાવી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular