દ્વારકાના પંચકૂઈ પાસેના દરિયા કિનારેથી ત્રણ દિવસ પૂર્વે આશરે 25 થી 30 વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો. આશરે 5.6 ફૂટની ઊંચાઈ ધરાવતા મધ્યમ બંધાના અને ઘઉં વર્ણા આ યુવાનના ડાબા હાથની પર “રાજા મેલડી” તેમજ કાંડા ઉપર અંગ્રેજીમાં “DAD” ટેટુથી ત્રેફાવેલું છે.
ઉપરોક્ત યુવાનના વાલી-વારસે દ્વારકાના પોલીસ સ્ટેશનના ફોન નંબર 7433975916 ઉપર સંપર્ક સાધવા તપાસનીસ હેડ કોન્સ્ટેબલ વી.ડી. લુણા દ્વારા એક યાદીમાં જણાવાયું છે.