Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરઈટાળામાંં સફાઈ કામદારના મકાનમાં તસ્કરોનો તરખાટ

ઈટાળામાંં સફાઈ કામદારના મકાનમાં તસ્કરોનો તરખાટ

દરવાજાના નકૂચા તોડી રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી : પોલીસ દ્વારા રૂા.63 હજારની માલમતાની ચોરીનો ભેદ ઉકેલવા તપાસ

ધ્રોલ તાલુકાના ઈટાળા ગામમાં રહેતાં સફાઈ કામદારના બંધ મકાનના દરવાજાના નકૂચા તોડી પતરાના કબાટમાં લોક તોડી ખાનામાંથી રૂા.40 હજારની રોકડ રકમ અને રૂા.23 હજારના દાગીના મળી કુલ રૂા.63 હજારના માલમતાની ચોરીના બનાવમાં પોલીસે તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસ આરંભી હતી.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના ઈટાળા ગામમાં રહેતાં સફાઈકામદાર મનસુખભાઈ મંગાભાઈ ઝાલા નામના પ્રૌઢના મકાનના દરવાજાનો નકૂચો ગત સોમવારે દિવસ દરમિયાન અજાણ્યા તસ્કરોએ તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને રૂમમાં રહેલા પતરાના કબાટનો લોક તોડી ખાનામાં રહેલ રૂા.40 હજારની રોકડ રકમ અને રૂા.23 હજારની કિંમતના સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.63 હજારની માલમતા ચોરી કરી ગયા હતાં. ચોરીના બનાવની જાણ કરાતા એએસઆઈ એમ.પી. મોરી તથા સ્ટાફે મનસુખભાઈના નિવેદનના આધારે ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular