સરકારી હોસ્પિટલોમાં મ્યુકોમાઇકોસીસના દર્દીઓ માટેના ઇન્જેકશન પુરતા પ્રમાણમાં દર્દીઓને મળતાં ન હોય, આ અંગે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવા ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા આરોગ્યમંત્રી નીતિન પટેલને પત્ર લખી રજૂઆત કરાઇ છે.
ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે કે, મ્યુકોરમાઇકોસીસ (બ્લેક ફંગસ)ના દર્દીઓ કે જેઓ સરકારી કે અન્ય હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલ છે. તેમને આ મ્યુકોરમાઇકોસીસના ઇન્જેકશન લાઇફોસોમલ/એમ્ફોટેરેસીન-બી સરકારી હોસ્પિટલોમાંથી મળશે તેવું સરકાર દ્વારા જણાવવામાં આવેલ હતું. પરંતુ મ્યુકોરમાઇકોસીસના ઇન્જેકશન લાઇફોસોમલ/એમ્ફોટેરેસીન-બી સરકારી હોસ્પિટલોમાંથી આ રોગના દર્દીઓ કે જેઓ ખાનગી રીતે સારવાર લઇ રહેલ છે તથા સરકારી હોસ્પિટલોમાં પણ સારવાર લઇ રહેલ છે તે તમામને જોઇએ ત્યારે અને જેટલા જોઇએ તેટલા પ્રમાણમાં પુરતા મળતા નહીં હોવાની લોકો દ્વારા રજૂઆતોમાં જણાવવામાં આવેલ છે. આથી મ્યુકોરમાઇકોસીસના લાઇફોસોમલ/એમ્ફોટેરેસીન-બી ઇન્જેકશનો આ મ્યુકોરમાઇકોસીસનાં તમામે તમામ દર્દીઓને જોઇએ ત્યારે તેમજ જોઇએ તેટલા પ્રમાણમાં સરકાર દ્વારા કરેલ જાહેરાત મુજબ મળે તે માટે સરકારએ તાત્કાલિક જરુરી વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરાઇ છે.
મ્યુકોરમાઇકોસીસના દર્દીઓને ઇન્જેકશનની સમસ્યા અંગે રજૂઆત
ધારાસભ્ય દ્વારા આરોગ્યમંત્રીને પત્ર લખીને ઇન્જેકશનની સમસ્યા દૂર કરવા માંગણી કરાઇ