Saturday, December 6, 2025
Homeરાજ્યસિક્કામાં પાવર સપ્લાય ઓછો મળવા અંગે રજૂઆત

સિક્કામાં પાવર સપ્લાય ઓછો મળવા અંગે રજૂઆત

વોર્ડ નં. 1ના સભ્ય દ્વારા પીજીવીસીએલ એન્જિનિયરને રજૂઆત કરાઇ

જામનગર જિલ્લાના સિક્કામાં પાવર સપ્લાય ઓછો હોવા અંગે વોર્ડ નં. 1ના સભ્ય અફસાનાબેન ખીમાણીએ પીજીવીસીએલ એન્જિનિયરને પત્ર લખી સમસ્યાનું નિરાકરણ માટે રજૂઆત કરી છે.

સિક્કામાં વોર્ડ નં. 1 તેમજ અન્ય વિસ્તારોમાં છેલ્લા ઘણાં સમયથી લાઇટ ડીમ આવતી હોય જેના લીધે ટીવી, રેફરીજરેટર, પાણીની મોટર સહિતની વસ્તુઓનું અવાર-નવાર નુકસાન થતું હોય. આ અંગે સિક્કાના નાગરિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ ઉકેલ ન આવતાં સિક્કા નગરપાલિકાના વોર્ડ નં. 1ના સભ્ય અફસાનાબેન ખીમાણીએ વિસ્તારના લોકોને સાથે રાખી આ સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular