જામનગર પાસે આવેલ સિક્કા ગામમાં દર શનિવારે વીજ કાપ ઝીંકાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મળતી વિજતો અનુસાર સિક્કા ગામમાં દર શનિવારે લાઇટનો કાપ છેલ્લા 2 મહિનાથી સતત નાખવામાં આવી રહ્યો છે. જેના નિવારણ માટે તા. 5 માર્ચનાં સિક્કા સબ ડીવિઝનના નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત અને મૌખિક રજુઆત સિક્કા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અસગર હુશેન સુંભણીયા, જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ દાઉદ એલિયાસભાઇ ગંઢાર, જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ચેતનભાઇ મોરી, સિક્કા નગરપાલિકાનાં ઉપ પ્રમુખ અસગર દાઉદભાઇ ગંઢાર, સિક્કા શહેર કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ અલીભાઇ હુંદડા, સિક્કા શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી હારુનભાઇ મોડા અને સિક્કાના નગરજનોએ ઉગ્ર રજુઆત કરી હતી.