જામનગર શહેર અને જિલ્લામાં પોલીસ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા ત્રણ પીઆઈની આંતરિક બદલી કરવાનો પોલીસ અધિક્ષકે આદેશ કર્યો છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા હાલમાં જ જિલ્લાના 14 પીએસઆઈની આંતરિક બદલીના આદેશ કરવામાં આવ્યાં હતાં ત્યારબાદ આજે પોલીસ અધિક્ષક દ્વારા ત્રણ પીઆઈની આંતરિક બદલીના આદેશ કરવામાં આવ્યો હતો. તેમાં સીટી સીના પીઆઈ એ.આર. ચૌધરીને ધ્રોલ સીપીઆઈ તરીકે તથા ધ્રોલના એમ.બી. ગજજરને ટ્રાફિક શાખાના પીઆઈ તરીકે તેમજ એલસીબીના જે.વી. ચૌધરીને સીટી સી ડીવીઝનમાં બદલી કરવાનો આદેશ કર્યો હતો.