અભિનયના વિવિધ રંગોને પોતાનામાં સમાવતું મંચ એટલે રંગમંચ અને આ રંગમંચ જેના વગર અધુરું છે. એ એટલે કલાકારો તો એવા જ એક ગુજરાતી ભાષામાં વિભિન્ન વિષયો પર નાટકોને રજૂ કરનારા ‘બા રિટાયર્ડ થાય છે’, ‘છેલ છબીલો ગુજરાતી’, ‘છગન-ગમન તારા છાપરે લગન’ વગેરે સુપરહિટ નાટકો સાથે સંકળાયેલા પ્રોડયૂસર અને અભિનેતા એટલે સંજય ગોરડીયા જેમની ફિલ્મ ‘કમઠાણ’ તાજેતરમાં રિલિઝ થઇ છે. તો આ ફિલ્મ અને તે ફિલ્મ સાથે જોડાયેલી રસપ્રદ કિસ્સાઓની ખાસ વાતચીત ‘ખબર ગુજરાત’ સાથે કરીને ખાસ મુલાકાત લીધી હતી.
પ્રખ્યાત લેખક અશ્ર્વિની ભટ્ટની નવલ કથા પરથી બનેલી ફિલ્મ એટલે ‘કમઠાણ’ ગુજરાતી સિનેમાનો યુગ બદલાયો છે. હવે ગુજરાતી સિનેમામાં ખૂબ શાનદાર ફિલ્મો આવી રહી છે. ત્યારે તેવી જ એક મનોરંજનથી ભરપૂર ફિલ્મ સિનેમાઘરો સુધી પહોંચી ગઇ છે. ફિલ્મ જોતાં જ તમે દિલ ખોલીને હસી શકો એવી ચોર પોલીસની વાર્તા છે. ફિલ્મમાં ચોરના પાત્રમાં સંજય ગોરડીયા છે. જે ખરેખર ખૂબ મજાનું છે. તો પોલીસના રોલમાં હિતુ કનોડીયા છે. જે પીઆઇના રોલમાં પ્રાણ પુરે છે. સાથે જ લોકપ્રિય અભિનેતા દર્શન ઝરીવાલા પણ જમાદારના રોલમાં છે. આ સિવાય અરવિંદ વૈદ્ય, દિપ વૈદ્ય, કૃણાલ પંડિત, જય વિઠ્ઠલાણી અને બીજા પણ ઘણા સહાયક કલાકારો છે. ફિલ્મની ખાસિયત એ છે કે, આ ફિલ્મમાં કોઇ અભિનેત્રી નથી. ચરોતર પંથકના નાના શહેરની આજુબાજુ આ વાર્તા છે. રઘલો ચોર પીઆઇ રાઠોડના ઘરમાં ચોરી કરે છે અને ત્યારબાદ જે દ્રશ્યો સર્જાય છે. તે દર્શકોને પકડી રાખે છે.
ફિલ્મ જે રીતે તૈયાર થઇ છે. તેનો શ્રેય દિગ્દર્શક ધૃણાદ કામલેને જાય છે. જે ખરેખર કાબિલે તારીખફ છે. ફિલ્મના ગીતો અને સંગીત પણ અદ્ભૂત છે. આ ફિલ્મના પ્રોડયૂસર ‘હરફન મૌલા’ અને ‘હેલ્લારો’ ફિલ્મના પ્રોડયૂસર છે. અભિષેક શાહ, આયુષ પટેલ, મિતનાની, પ્રતિક ગુપ્તા, નૃપલ પટેલ, પિનલ પટેલ, અમિત પટેલ, મુળ કથા અશ્ર્વિની ભટ્ટની નવલકથા છે. જ્યારે તેને ફિલ્મમાં ઢાળવાનું કામ ધૃણાદ કામલે, અભિનેષક શાહ અને જશવંત પરમારે કર્યું છે.
ઓવરઓલ ચોર પોલીસની રસપ્રદ વાર્તા અને ભરપૂર મનોરંજન સાથેની આ ફિલ્મ ‘કમઠાણ’ જોયા વગર મજા આવશે જ નહીં. સંજય ગોરડીયાએ જામનગરીઓને આ ફિલ્મ જોવા માટે અનુરોધ કર્યો છે. અચુક ફિલ્મ જોવા જજો નાસીપાસ નહીં થાવ તેની ગેરેંટી છે-સંજય ગોરડીયા.