Wednesday, December 25, 2024
Homeબિઝનેસજીએસટી હેઠળ વ્યાજ હવે માત્ર રોકડમાં ભરવા પાત્ર ટેક્સ ઉપર જ લાગશે

જીએસટી હેઠળ વ્યાજ હવે માત્ર રોકડમાં ભરવા પાત્ર ટેક્સ ઉપર જ લાગશે

વ્યાજની આ સુધારેલ જોગવાઇ 1 જૂલાઇ-2017ની પાછલી અસરથી થશે લાગુ

- Advertisement -

જી.એસ.ટી. લાગુ થયા બાદ જે બાબત ઉપર સૌથી વધુ વિવાદ રહ્યો છે તે ટેક્સ મોડા ભરવાં પર લગતા વ્યાજની જોગવાઈ બાબતે ગણી શકાય. સેન્ટરલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાયદાની કલમ 50 હેઠળ વ્યાજ કુલ ભરવાં પાત્ર ઓઉટપુટ ટેક્સ પર લાગતો હતો. આ અંગે અનેક વિવાદો ઊભા થયા હતા. આ વિવાદોનું નિરાકરણ કરી બજેટ 2021 માં આ અંગે રાહતકારક સુધારો કરવામાં આવ્યો હતો. આ સુધારા મુજબ વ્યાજ માત્ર કેશ લેજરમાંથી ભરવામાં આવતી રકમ ઉપરજ લાગુ પડશે. આ સુધારો બજેટમાં પસાર તો કરી આપવામાં આવ્યો હતો પણ તેનો આધિકારિક અમલ માટેના જાહેરનામાની રાહ જોવાઈ રહી હતી. હવે 01 જૂન 2021 ના રોજ નોટિફિકેશન 16/2021, બહાર પાડી ‘ફાઇનન્સ એક્ટ 2021’ ની કલમ 112 કે જે આ વ્યાજની કલમમાં સુધારા બાબતની હતી તેને લાગુ કરી આપવામાં આવી છે. આ સુધારાને રાહતકારક રીતે 01 જુલાઇ 2017 ની પાછલી તારીખથી અમલી બનાવવામાં આવ્યો છે. હવે આ સુધારા બાદ જી.એસ.ટી. કાયદાની કલમ 73 અને 74 હેઠળ કોઈ કાર્યવાહી શરૂ કરવામાં આવેલ હોય અને ત્યારબાદ જો કરદાતા દ્વારા રિટર્ન ભરવામાં આવે તો વ્યાજ ‘આઉટપુટ’ ઉપર લાગશે. એ સિવાયના તમામ કેસોમાં કરદાતાએ માત્ર કેશ લેજર દ્વારા જે રકમ ભરવાંમાં આવે તેના ઉપર જ વ્યાજ ભરવાની જવાબદારી આવશે. દેર આયે દુરુસ્ત આયે વ્યાજ અંગે આ સુધારો થતાં કરદાતાઑ તથા ટેક્સ પ્રોફેશનલ્સ દ્વારા રાહતનો શ્વાસ લીધો હશે.

(ભવ્ય પોપટ, લીગલ ડેસ્ક – ખબર ગુજરાત)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular