Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો દ્વારા ઢોર પકડવાની સઘન ઝુંબેશ

જામ્યુકો દ્વારા ઢોર પકડવાની સઘન ઝુંબેશ

વર્ષ દરમિયાન 2179 ઢોર પકડાયા

- Advertisement -

શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ભટકતા ઢોરોનો ત્રાસ દૂર કરવા જામનગર મહાનગરપાલિકાની 4-ટીમો મારફત ત્રણ શિફટમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઢોરો પકડવાની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. જેમાં 16 ઢોરોને પકડવામાં આવ્યા છે. ચાલુ વર્ષે કુલ-2179 ઢોરોને પકડવામાં આવ્યા છે અને કુલ-74પ ઢોરોને અમદાવાદ સ્થિત ગોપાલકૃષ્ણ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવ્યા છે.

- Advertisement -

આગામી સમયમાં આ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવનાર હોય, ઢોર માલિકોને પોતાના માલિકીના ઢોરો જાહેર રોડ રસ્તા ઉપર ન છોડવા તાકીદ કરવામાં આવે છે. જો કોઈ ઢોર માલિક સ્વૈચ્છાએ પોતાની માલિકીના ઢોરોને જામનગર મહાનગરપાલિકા હસ્તકના ઢોર ડબા ખાતે મુકવા માંગતા હશે તો તેઓને વિના મુલ્યે આ સેવા ઉપલબ્ધ કરવામાં આવશે.

વધુમાં જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેરમાં ઘાસચારો વેંચાણ કરવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉપરાંત લીલો કે સુકો ઘાસચારો ખવડાવવો અથવા ખવડાવવા દેવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આથી જે પણ કોઈ વ્યકિત જાહેરમાં ઘાસચારો વેંચાણ કરતા અથવા તો ઘાસચારો નાંખતા માલુમ પડશે તો તેઓની સામે જાહેરમાં ત્રાસદાયી કૃત્ય કરવાની શિક્ષાાને પાત્ર થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular