Friday, January 16, 2026
Homeરાજ્યજામનગરVideo : રેંજ આઈજી દ્વારા જામનગર જિલ્લા જેલનું નિરિક્ષણ

Video : રેંજ આઈજી દ્વારા જામનગર જિલ્લા જેલનું નિરિક્ષણ

રાજકોટ રેંજ આઈજી અશોકકુમાર યાદવ જામનગર જિલ્લાની મુલાકાતે છે. ત્યારે તેમણે જામનગર જિલ્લા જેલની મુલાકાત લીધી હતી અને જિલ્લા જેલના વિવિધ વિભાગોની મુલાકાત લઇ કેદીઓ સાથે પણ ચર્ચા કરી હતી.

- Advertisement -

પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેંજના વડા અશોકકુમાર યાદવ હાલમાં જામનગર જિલ્લાની મુલાકાતે હોય, આ દરમિયાન પરેડ સહિતના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહે છે ત્યારે તેમણે જામનગર જિલ્લા જેલની પણ મુલાકત લીધી હતી. જિલ્લા જેલની મુલાકાત દરમિયાન જેલ અધિક્ષક દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. તેમજ આ તકે તેમને પરેડ દ્વારા સલામી અપાઇ હતી. તેમની આ જેલની મુલાકાત દરમિયાન તેમણે મહિલ વિભાગ, દવાખાના, વીસી વિભાગ તેમજ વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યુ હતું તથા જેલના કેદીઓ સાથે પણ મુલાકાત કરી ચર્ચા કરી હતી.

- Advertisement -

તેમની આ મુલાકત દરમિયાન જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા પણ સાથે ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular