જામનગરના સંકલ્પ રેસ્ટોરન્ટમાં ખોરાકમાંથી જીવાત નિકળવાની ગ્રાહક દ્વારા ફરિયાદ કરાતા ફુડ વિભાગની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને રેસ્ટોરન્ટને બે દિવસ બંધ રાખી સાફ સફાઇ કરવા સહિતની સુચના આપવામાં આવી હતી.
જામનગર શહેરમાં અવાર નવાર હોટલ રેસ્ટોરન્ટમાં ખોરાકમાંથી જીવાત નિકળવાની ઘટનાઓ સામે આવતી રહે છે. જેને લઇ ફુડ વિભાગની ટીમ કામગીરી અર્થે આગળ આવે છે ત્યારે ફરી એક વખત આવી ઘટના સામે આવતા જામનગર મહાનગરપાલિકાની ફુડ વિભાગની ટીમ હરકતમાં આવી હતી. જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલ સંકલ્પ રેસ્ટોરન્ટના ખોરાકમાં જીવાત મળી આવી હોવાની ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાની ફુડ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી જઇ ચેકીંગ હાથ ધર્યુ હતું.
ફુડ વિભાગના ચેકીંગ દરમિયાન ગ્રાહક દ્વારા ઓર્ડર કરાયેલ ઢોસામાં જીવાત મળ્યાની પુષ્ટી થઇ હતી. તેમજ સ્વચ્છતા અને હાઇજીન સંબંધીત ખામીઓ પણ સામે આવી હતી. જેને લઇ ફુડ વિભાગ દ્વારા રેસ્ટોરન્ટ સંચાલક વિરૂઘ્ધ પગલા લેવામાં આવ્યા હતાં. ફુડ વિભાગ દ્વારા રેસ્ટોરન્ટ સંચાલને વ્યાપાર સંપુર્ણપણે બંધ રાખી રેસ્ટોરન્ટમાં પ્રેસક્ધટ્રોલ, રસોડાની સાફ સફાઇ, ફુડ હાઇજીન સ્ટાર્ન્ડડ મુજબની કામગીરી તાત્કાલીક કરવા સુચના આપવામાં આવી હતી.
View this post on Instagram


