Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં આંચકી ઉપડતા માસુમ બાળકીનું મૃત્યુ

જામનગરમાં આંચકી ઉપડતા માસુમ બાળકીનું મૃત્યુ

સારવાર કારગત ન નીવડી : શ્વાસ ચડતા પ્રૌઢનું મોત

- Advertisement -

જામનગર શહેરના અંધાશ્રમ ફાટક પાસે આવેલી આવાસ કોલોનીમાં રહેતી બાળકીને આંચકી ઉપડતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. જામનગરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં રહેતા પ્રૌઢનું બીમારી સબબ મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં અંધાશ્રમ ફાટક પાસે આવેલી આવાસ કોલોનીમાં બ્લોક નં.46/09 માં રહેતા મહેશભાઈ જોગલ નામના યુવાનની પુત્રી બંસી (ઉ.વ.6 માસ) નામની બાળકીને હૃદયમાં કાણુ હતું અને વાલ્વ સાંકળો હતો. દરમિયાન માસુમ બાળકીને બુધવારે બપોરના સમયે તેના ઘરે આંચકી ઉપડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકની માતા હિનાબેન દ્વારા જાણ કરાતા હેકો એ એન નિમાવત તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 45 માં આવેલા ગણેશવાસમાં રહેતાં રમણિકભાઈ ધનજીભાઈ પરમાર (ઉ.વ.55) નામના પ્રૌઢને ફેફસા અને શ્વાસની બીમારી હતી તે દરમિયાન બુધવારની સવારના સમયે અચાનક શ્વાસ ઉપડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પર રહેલા તબીબોએ પ્રૌઢનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. બનાવ અંગે આનંદભાઈ દ્વારા જાણ કરાતા હેકો અમિતભાઈ નિમાવત તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular