જામજોધપુર તાલુકામાં તલાટીની ફાળવણી બાબતે અન્યાય થયો હોય, તાલુકા સરપંચોમાં પણ આ બાબતે ઉકળાટ સાથે રોષની લાગણી છવાઈ છે અને સમગ્ર વિસ્તારમાં આ મુદ્ો ચર્ચાના ચકડોળે ચડયો છે.
ગામડાંની રજાને જુદી જુદી યોજનાઓના લાભથી માંડીને વિવિધ સરકારી દાખલાઓ પોતાના ગામડે મળી રહે તે માટે સરકાર દ્વારા ત્રણ હજારથી વધુ નવા તલાટી કમ મંત્રીની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લામાં 136 નવા તલાટી કમ મંત્રી મૂકવામાં આવ્યા છે. ત્યારે જામજોધપુર તાલુકામાં છેલ્લાં ત્રણ વર્ષથી 35 થી વધુ ગામો તલાટી વિહોણા હતાં અને માત્ર 30% તલાટીઓ દ્વારા ચાર થી પાંચ ગામોનો ચાર્જ રાખીને ગાડુ ગબડાવવામાં આવે છે. હાલ પણ માત્ર 11 તલાટી જ મૂકવામાં આવ્યા છે. આથી નવી ભરતી બાદ પણ જામજોધપુર તાલુકાની જનતાની હાડમારી જેમની તેમ જ રહેશે. અન્ય તાલુકાઓમાં એક-એક ગામોમાં બે-બે તલાટીઓ ફાળવવામાં આવ્યા છે. જ્યારે જામજોધપુરમાં એક એક તલાટી પાસે ચાર થી પાંચ ગામોનો ચાર્જ હોય જામજોધપુર તાલુકામાં તલાટીની ફાળવણીને લઇ અન્યાય થતો હોવાનો મુદ્ો ચર્ચાના ચકડોળે ચડયો છે.