કોરોના મહામારીના કારણે વેપાર-ધંધા, રોજગાર બંધ થતાં લોકોના ઘરનું બજેટ ખોરવાયું છે. દેશમાં પેટ્રોલ-ડિઝલ, રાંધણગેસ, દૂધ, ખાદ્ય તેલ સહિતની અનેક ચીજવસ્તુઓના ભાવો સતત વધી રહ્યાં છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત જામનગર કોંગ્રેસ દ્વારા ખોડીયાર કોલોની ખાતે મોંઘવારી ની દુકાન નું ઉદ્ઘાટન કરી સરકાર ઉપર પ્રહાર કર્યા હતા અને મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.