Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયસરકારી ચોપડે મોંઘવારી ઘટી, ફુગાવો 15 મહિનાના તળિયે

સરકારી ચોપડે મોંઘવારી ઘટી, ફુગાવો 15 મહિનાના તળિયે

- Advertisement -

માર્ચમાં રીટેલ ફુગાવો ઘટીને 5.66 ટકા થઇ ગયો છે જે 15 મહિનાની નીચલી સપાટી છે તેમ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.માર્ચમાં શાકભાજી અને પ્રોટીનયુક્ત વસ્તુઓના ભાવ ઘટવાને કારણે ફુગાવામાં પણ ઘટાડો નોંધાયો છે.

- Advertisement -

ઉલ્લેખનિય છે કે ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત રીટેલ ફુગાવો ફેબુ્રઆરી, 2023માં 6.44 ટકા હતો. જ્યાર માર્ચ, 2023માં 6.95 ટકા હતો.આ અગાઉ ડીસેમ્બર, 2021માં રીટેલ ફુગાવો 5.66 ટકા હતો. આ વખતે રીટેલ ફુગાવો આરબીઆઇના નિર્ધારિત લક્ષ્યાંક ચાર થી છ ટકાની વચ્ચે રહેતા ભવિષ્યમાં આરબીઆઇ વ્યાજ દરોમાં વધારો ન કરે તેવી શકત્યતા છે.

બીજી તરફ ફેબુ્રઆરી, 2023માં દેશનું ઔદ્યોગિક ઉત્પાદન વધીને 5.6 ટકા રહ્યું છે. જે જાન્યુઆરી, 2023માં 5.5 ટકા હતું. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ફેબુ્રઆરી, 2023માં વીજળી, માઇનિંગ અને મેન્યુફેકચરિંગ સેક્ટરના સારા દેખાવને પગલે ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે.

- Advertisement -

ઉલ્લેખનિય છે કે ફેબુ્રઆરી, 2022માં ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકશન (આઇઆઇપી) આધારિત ઔદ્યોગિક ઉત્પાદન 1.2 ટકા રહ્યું હતું. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર ફેબુ્રઆરી, 2023માં મેન્યુફેકચરિંગ સેક્ટરના ઉત્પાદનમાં 5.3 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular