ટોકિયો ઓલિમ્પિકનો આજે 7મો દિવસ છે. ભારતના રમતવીરો માટે આજનો દિવસ શુભ સાબિત થયો છે. દેશના ત્રણ ખેલાડીઓ ક્વાર્ટર ફાઈનલમાં પહોચ્યા છે. જેમાં બોક્સર સતીષકુમાર ટોપ-8માં પહોચ્યા છે. હોકીમાં ભારતની પુરુષ ટીમે ગોલ્ડ મેડાલિસ્ટ આર્જેન્ટિનાને 3-1થી હરાવીને શાનદાર જીત મેળવી છે. ભારતીય બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુ અંતિમ 8માં એટલે કે ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે.
ભારતીય પુરૂષ હોકી ટીમે ઓલંપિકની ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમે પોતાની ચોથી મેચમાં 2016 રિયો ઓલંપિક ગોલ્ડ મેડલિસ્ટ આર્જેટીનાની ટીમને હરાવી છે. ટીમની આ ચાર મેચોમાં ત્રીજી જીત છે. ટીમે ન્યૂઝીલેન્ડ, સ્પેન અને આર્જેટીનાની ટીમને હરાવી છે.
ભારતીય બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુ અંતિમ 8માં એટલે કે ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. તેણે રાઉન્ડ ઓફ 16ના મુકાબલામાં ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટને 2-0થી હરાવી, સિંધુએ પહેલો સેટ 21-15 અને બીજો 21-13થી જીત્યો છે.
બોક્સર સતીષકુમારે 91 કિગ્રા વર્ગમાં અંતિમ 16ના મુકાબલામાં જમૈકાના રિકાર્ડો બ્રાઉનને હરાવ્યો. તેમણે આ મેચ 4-1થી જીતી. સતીષે પહેલો રાઉન્ડ 5-0, બીજો અને ત્રીજો 4-1થી જીત્યો. આ જીત સાથે સતીષકુમાર અંતિમ 8માં પહોંચી ગયા છે. અને મેડલ જીતવાથી માત્ર એક ડગલું દુર છે. તીરંદાજ અતનુ દાસે પુરુષોના એકલ રાઉન્ડ ઓફ 32 મેચમાં 2 વાર ઓલિમ્પિક ચેમ્પિયન રહી ચુકેલ દક્ષિણ કોરિયાના ઓહ જીન હાયેકને હરાવીને પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી છે.