કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં સ્થિત અમેરિકન થિંક ટેન્ક પીટરસન ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સમાં ભારતની નકારાત્મક પશ્ર્ચિમી દ્રષ્ટિનો યોગ્ય જવાબ આપ્યો હતો. નિર્મલા સીતારમણે ભારતની નકારાત્મક છબી દર્શાવનારાઓને યોગ્ય જવાબ આપતાં કહ્યું કે ભારત દેશના મુસ્લિમો પાકિસ્તાન કરતા વધુ પ્રગતિ કરી રહ્યા છે.કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ભારતની નકારાત્મક છબી દર્શાવનારાઓને યોગ્ય જવાબ આપતાં કહ્યું હતું કે ભારતમાં બીજી સૌથી મોટી વસ્તી મુસ્લિમોની છે. અમારા દેશના મુસ્લિમો પાકિસ્તાન કરતા વધુ પ્રગતિ કરી રહ્યા છે. બીજી તરફ પાકિસ્તાનમાં લઘુમતીઓની હાલત વધુ ખરાબ થઈ રહી છે. તેમની સંખ્યા સતત ઘટી રહી છે. નિર્મલા સીતારમણે આ વાત પીટરસન ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સમાં કહી હતી. સીતારમણે વધુમાં કહ્યું હતું કે પાકિસ્તાનમાં લઘુમતીઓની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે અને તેમની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે. પાકિસ્તાનમાં લઘુમતીઓને નાના આરોપમાં મૃત્યુદંડ આપવામાં આવે છે.
નિંદાના કાયદા, મોટાભાગના કિસ્સાઓમાં, વ્યક્તિગત વેરને સંતોષવા માટે વપરાય છે. યોગ્ય તપાસ કર્યા વિના અને જ્યુરી હેઠળ ટ્રાયલ ચલાવ્યા વિના પણ પીડિતોને તરત જ દોષિત માનવામાં આવે છે. જ્યારે ભારતમાં દરેક વર્ગના મુસ્લિમો પોતાનો વ્યવસાય કરી રહ્યા છે, તેમના બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે અને તેમને ફેલોશિપ આપવામાં આવી રહી છે.