Monday, January 13, 2025
Homeરાષ્ટ્રીયભારતનું વિદેશી હૂંડિયામણ 600 અબજ ડોલરને પાર

ભારતનું વિદેશી હૂંડિયામણ 600 અબજ ડોલરને પાર

કોરોના કાળમાં 150 અબજ ડોલરનો વધારો

- Advertisement -

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના વડા શક્તિકાંત દાસે શુક્રવારે જણાવ્યું હતું કે સતત આવી રહેલા જંગી મૂડી રોકાણને પગલે આગામી સમયમાં ભારતનું વિદેશી હૂંડિયામણ 600 અબજ ડોલરની વિક્રમજનક સપાટીને પાર થઈ ગયું છે. 28મી મેના રોજ મધ્યસ્થ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે 21 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ગોલ્ડ તથા કરન્સી એસેટ્સમાં તીવ્ર વધારો થવાને લીધે દેશનું વિદેશી હૂંડિયામણ 2.865 અબજ ડોલર વધીને 592.894 અબજ ડોલર થયું હતું. રસપ્રદ વાત એ છે કે કોરોનાની શરૂઆત થઈ ત્યારે એટલે કે ડિસેમ્બર,2019માં ભારતનું વિદેશી હૂંડિયામણ 451 અબજ ડોલર હતું,જે આજે 600 અબજ ડોલરની સપાટીએ પહોંચ્યું છે. એટલે કે કોરોના કાળમાં 150 અબજ ડોલરનો ઉમેરો થયો છે. દ્વિ-માસિક નાણાં નીતિની સમિક્ષાની જાહેરાત કરતી વખતે તેમણે જણાવ્યું હતું કે વર્તમાન અંદાજના આધારે અમારૂં માનવું છે કે વિદેશી હૂંડિયાણ 600 અબજ ડોલરને પાર થઈ ગયું છે. તરલતાને વેગ આપવા માટે મધ્યસ્થ બેન્કે કેટલાક મહત્વના પગલાંની જાહેરાત કરી છે,જેમાં કોવિડ-19 મહામારીની અસર ધરાવતા વિવિધ ક્ષેત્રો માટે વિશેખ તરલતા સુવિધાનો પણ સમાવેશ થાય છે. મધ્યસ્થ બેન્કે સરકારી જામીનગીરીઓને હસ્તગત કરવાના કાર્યક્રમ 2.0ની જાહેરાત પણ કરી છે, આ પગલાંથી સરકારી જામીનગીરી બજારમાં જે ભારે વધઘટ થઈ રહી છે તેને અંકૂશમાં લાવી શકાશે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન મધ્યસ્થ બેન્કે જણાવ્યું હતું.

- Advertisement -

કે તે G-SAP 2.0.ના ભાગરૂપે સેક્ધડરી માર્કેટમાંથી રૂપિયા 1.20 લાખ કરોડની સરકારી જામીનગીરીની ખરીદી કરશે.સરકાર 17 જૂનના રોજ રૂપિયા 40,000 કરોડની કિંમતની સરકારી જામીનગીરીઓની ખરીદી કરશે, અને બાકીની ખરીદી અંગે બાદમાં જાહેરાત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં દેશમાં વિદેશી હૂંડિયામણ લગભગ બમણું થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મે,2014માં જ્યારે કાર્યભાર સંભાળ્યો હતો ત્યારે મે,2014માં દેશમાં વિદેશી હૂંડિયામણ 312.38 અબજ ડોલર હતું, જે વર્તમાન સમયમાં વધીને 600 અબજ ડોલરને પાર થઈ ગયું છે. મોદી સરકારે બીજા કાર્યકાળમાં પણ 2 વર્ષ પૂરા કર્યાં છે અને 2 વર્ષ દરમિયાન દેશમાં વિદેશી હૂંડિયામણ આશરે 179 અબજ ડોલર વધ્યું છે. મે,2019ના અંતમાં દેશમાં હૂંડિયામણનું પ્રમાણ 421.86 અબજ ડોલર હતું. વર્ષ 1991માં ભારતે વિદેશી ભંડોળની અછત વચ્ચે સોનુ ગીરવે મુકવુ પડ્યું હતું. તે સમયે ફક્ત 40 કરોડ ડોલર માટે ભારતે 47 ટન સોનુ ઈગ્લેન્ડ પાસે ગીરવે મુક્યું હતું. ફક્ત 10 દિવસ સુધી જ ઈમ્પોર્ટ બિલ ચુકવી શકાય એટલું ભંડોળ ભારત પાસે હતું. વર્તમાન સમયમાં ભારત એક વર્ષ સુધી તેના ઈમ્પોર્ટ બિલની ચુકવણી કરી શકે એટલી મજબૂત આર્થિક સ્થિતિ હાસલ કરી લીધી છે. સારા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણની અનામતો હોવાથી દેશ વિદેશ વેપારમાં ભાગીદારીને આકર્ષિત કરી શકે છે અને વ્યાપારીક ભાગીદારી પ્રત્યે વધારે વિશ્ર્વસનિયતા સ્થાપિત કરી શકે છે. તેને લીધે દેશમાં વધારે વિદેશી રોકાણને પ્રોત્સાહન મળે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular