Wednesday, January 15, 2025
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજાર જોખમી તબક્કામાં..!! ઉછાળે વેચવાલી જોવાશે...!!!

ભારતીય શેરબજાર જોખમી તબક્કામાં..!! ઉછાળે વેચવાલી જોવાશે…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં છેલ્લા એક વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. રશિયાએ યુક્રેન પર એક તરફી આક્રમણ કરી યુક્રેનના અનેક શહેરો – લશ્કરી મથકો પર હવાઈ હુમલા ચાલુ કરી દેતાં અને અમેરિકા, નાટો દેશોને તેમની વચ્ચે નહીં આપવાની ધમકી આપ્યા બાદ નાટોએ તમામ દેશોને રક્ષણ માટે તૈયાર રહેવા તાકીદ કરી દેતાં વિશ્વ યુદ્વ થવાના ફફડાટ અને ક્રુડ ઓઈલના ભડકા સાથે ફુગાવો – મોંઘવારીમાં તોતીંગ વધારો થવાના સ્પષ્ટ એંધાણ વૈશ્વિક શેરબજારોની સાથે ભારતીય શેરબજારોમાં અફડાતફડી સાથે ઐતિહાસિક કડાકો બોલાઈ ગયો હતો, જો કે સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં સામાન્ય રિકવરી જોવા મળી હતી. છેલ્લા સાત દિવસના સતત ઘટાડામાં બીએસઇ સેન્સેક્સમાં અંદાજીત ૭% નો ઘટાડો નોંધાયો હતો. આ સાત દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં અંદાજીત રૂ.૧૯.૪૮ લાખ કરોડ નું ધોવાણ થયું હતું. વૈશ્વિક મોરચે શેરબજારોમાં કડાકા સામે ક્રુડ ઓઈલ, સોના – ચાંદીના ભાવોમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

- Advertisement -

રશિયા – યુક્રેન યુદ્ધને પગલે સમગ્ર વિશ્વમાં અરાજકતાનો માહોલ છે. વિશ્વ અર્થવ્યવસ્થા કટોકટીની સ્થિતિમાં મુકાઈ છે. યુરોપિયન દેશોએ રશિયા સાથે છેડો ફાડ્યા બાદ અમેરિકા અને વિશ્વના અન્ય દેશો પણ અનેક પ્રતિબંધો લાદી રહ્યાં છે ત્યારે આપણે સમજવું જોઇએ કે ભારતનો રશિયા અને યુક્રેન સાથેનો વેપાર કેટલો છે અને ભારતને કેટલું નુકશાન થઈ શકે છે કે કેટલો ફાયદો થઈ શકે છે. નિકાસકારોના સંઘ ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન્સએ જણાવ્યું હતું કે યુક્રેન – રશિયા લશ્કરી કટોકટી માલની અવરજવર, ચૂકવણી અને તેલની કિંમતોને અસર કરશે અને પરિણામે તે દેશના વેપારને પણ અસર કરશે. ભારત અને રશિયા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં ૯.૪ બિલિયન ડોલરનો રહ્યો છે. ભારત મુખ્યત્વે ઇંધણ, ખનિજ તેલ, મોતી, કિંમતી અથવા અર્ધ કિંમતી પથ્થરો, પરમાણુ રિએક્ટર, બોઇલર, મશીનરી અને યાંત્રિક સાધનોની રશિયા પાસેથી આયાત કરે છે. તે જ સમયે, ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો, પાવર મશીનરી અને સાધનો, કાર્બનિક રસાયણો અને વાહનો રશિયામાં નિકાસ કરવામાં આવે છે.

રશિયા-યુક્રેન વચ્ચેની તંગદિલી ગઈકાલે ચરમસીમાએ પહોંચ્યા બાદ બોન્ડ – શેરબજારની સાથે ક્રૂડ અને સોના-ચાંદીના બજારમાં ભારે ઉથલપાથલ સર્જાઈ છે. બ્રેન્ટ ક્રૂડમાં ૭ વર્ષ બાદ ૧૦૪ ડોલરનું લેવલ ફરી જોવા મળ્યું છે. સામે પક્ષે સેફ હેવન ગણાતા સોના અને ચાંદીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સ્થાનિક સ્તરે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દૈનિક ફેરફાર અને એલપીજીના એલપીજી દરમાં માસિક ફેરફાર અટકાવી દેવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ મહિનાથી ઇંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી, જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવે કિંમત અને વેચાણ કિંમત વચ્ચેના તફાવતમાં તીવ્ર વધારો કર્યો છે, તે થી આગામી દિવસોમાં સ્થાનિક સ્તરે ચૂંટણીઓ પૂરી થયા બાદ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થાય તેવી શક્યતાએ મોંઘવારીમાં વધારોની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી શકે છે.

- Advertisement -

મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૧ – ૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

વિદેશી રોકાણકારો છેલ્લા પાંચ મહિનાથી ભારતીય શેરબજારમાં વેચવાલીની ભૂમિકામાં છે એક પ્રાથમિક અંદાજ મુજબ અત્યાર સુધીમાં અંદાજીત રૂ. ૧.૭૩ લાખ કરોડની મૂલ્યના શેર વેચ્યા છે. પ્રાપ્ત આંકડાઓ મુજબ ડિસેમ્બર ક્વાર્ટરમાં ફોરેન ઇન્સ્ટિટયૂશનલ ઇન્વેસ્ટર્સ (એફઆઇઆઇ)એ ૧૨૧ કંપનીમાં ૧% થી વધારે શેરહોલ્ડિંગ ઘટાડયુ છે. માર્ચ – ૨૦૨૦ થી એપ્રિલ – ૨૦૨૦ દરમિયાન એફઆઇઆઇએ અંદાજીત રૂ.૬૮,૮૫૬ કરોડના શેર વેચ્યા અને બેન્ચમાર્ક નિફ્ટી ૧૨% તૂટયો હતો. હાલ જે રીતે જંગી વેચવાલીથી ભારતીય બજારમાં કડાકો બોલાયો છે તેને ધ્યાનમાં રાખી આગામી દિવવોમાં નીચા સ્તરે લેવાલી કરવા એફઆઇઆઇ પરત આવી શકે છે. સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૨માં અંદાજીત રૂ.૨૧,૯૨૮.૪૦ કરોડની ખરીદી તેમજ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૩૩,૬૨૩.૦૧ કરોડની ખરીદી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૧,૩૪૬.૩૫ કરોડની વેચવાલી તેમજ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૩૭,૩૦૦.૯૦ કરોડની વેચવાલી કરવામાં આવી હતી

બજારની ભાવી દિશા…. મિત્રો, ભારતીય અર્થવ્યવસ્થા કોરોનાના કપરાકાળના ત્રીજા તબક્કામાંથી હજી બહાર આવી જ રહી હતી ત્યાં હવે રશિયાએ યુક્રેન પર આક્રમણ કરતા વૈશ્વિક બજારમાં અજંપાની સ્થિતિ છે. ભારતીય શેરબજાર ભારે કડાકો નોંધાયો છે, જ્યારે ક્રૂડમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. મોંઘવારીની ચિંતા સામે ઝઝૂમી રહેલ ગ્લોબલ ઈકોનોમીને હવે ઝડપથી વ્યાજદરમાં વધારો થવાની ચિંતા સતાવી રહી છે. આ યુદ્ધથી ભારતને કયાં ક્ષેત્રે અને કેટલું નુકશાન થશે તે અંગે અનેક રિપોર્ટ બહાર આવી રહ્યાં છે. ત્યારે નોમુરાએ એક નિવેદનમાં કહ્યું છે કે રશિયા – યુક્રેન સંકટ સૌથી વધુ નુકસાન ભારતને જ પહોંચાડશે. યુક્રેન કટોકટીથી ફુગાવાનું દબાણ વધશે અને એશિયામાં ભારતને સૌથી વધુ નુકસાન થશે. ખાદ્યપદાર્થો અને તેલની કિંમતોમાં વધારાને કારણે એશિયાઈ દેશો પર પ્રતિકૂળ અસર થશે.

અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારો કરવાના સંકેત બાદ એફપીઆઈસ ઊભરતી બજારોની ઈક્વિટીઝમાંથી પોતાના રોકાણ પાછી ખેંચી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. એફપીઆઇની સતત વેચવાલીને જોતાં, એવું દેખાય છે કે, એફપીઆઇ ભવિષ્યના સંભવિત ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને રણનીતિ અપનાવી રહ્યા છે. દુનિયાના વિકસીત રાષ્ટ્રોમાં મોંઘવારી વધતા મધ્યસ્થ બેન્કો વ્યાજદર વધારી રહી છે. એવું માનવામાં આવે છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ફુગાવાને કાબૂમાં લેવા માટે બહુ જલ્દી કડક વલણ અપનાવી શકે છે. હાલ સૌની નજર રશિયા – યુક્રેનના તણાવ, ક્રૂડ ઓઇલની તેજી અને અમેરિકાની ફેડ રિઝર્વ બેન્ક કેટલા પ્રમાણમાં વ્યાજદર વધારશે તેના પર છે. આગામી દિવસોમાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી જોવા મળી શકે છે, તેથી દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૬૬૬૭ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૦૦૭ પોઇન્ટના પ્રથમ અને ૧૭૨૭૨ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૬૪૭૪ પોઇન્ટથી ૧૬૩૦૩ પોઇન્ટ, ૧૬૨૭૨ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૭૨૭૨ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૬૪૭૬ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૮૦૦૮ પોઇન્ટના પ્રથમ અને ૩૮૮૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૬૦૦૬ પોઇન્ટથી ૩૫૮૦૮ પોઇન્ટ, ૩૫૫૦૫ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૮૮૦૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) ઓઈલ ઈન્ડિયા ( ૨૧૭ ) :- એક્સપ્લોરેશન & પ્રોડ્યૂકશન ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૨૮ થી રૂ.૨૩૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૨૪૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) ઈન્ડિયા સિમેન્ટ્સ (૧૯૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૬૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૦૮ થી રૂ.૨૧૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) રેઈન ઈન્ડસ્ટ્રીઝ ( ૧૯૦ ) :- રૂ.૧૭૭ નો પ્રથમ તેમજ રૂ.૧૭૦ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૦૩ થી રૂ.૨૧૨ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ ( ૧૪૫ ) :- હાઉસિંગ ફાઈનાન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૩ થી રૂ.૧૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૧૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) અદાણી પાવર ( ૧૨૦ ) :- રૂ.૧૧૩ નો પ્રથમ તેમજ રૂ.૧૦૮ ના સ્ટોગ સપોર્ટથી ઇલેક્ટ્રિક યુટીલીટી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૩૨ થી રૂ.૧૩૮ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) પ્રીકોલ લિમિટેડ ( ૧૦૩ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૯૦ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૧૮ થી રૂ.૧૨૩ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) ઉજ્જીવન ફાઈનાન્સિયલ સર્વિસ ( ૧૦૦ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૮૮ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૧૩ થી રૂ.૧૨૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) બોમ્બે ડાઈંગ ( ૯૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેક્ષટાઈલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૩ આસપાસ રોકાણકારે રૂ.૯૭ થી રૂ.૧૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૭૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) ટીસીએસ લિમિટેડ ( ૩૫૩૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૩૪૦૪ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૩૫૭૦ થી રૂ.૩૬૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) કોટક બેન્ક ( ૧૮૫૬ ) :- આ સ્ટોક રૂ.૧૮૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૭૮૭ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૮૭૩ થી રૂ.૧૮૮૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) ભારતી એરટેલ ( ૬૮૬ ) :- ૯૫૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૬૭૦ નો પ્રથમ તેમજ રૂ.૬૫૬ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ટેલિકોમ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૭૦૩ થી રૂ.૭૧૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૨૮૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૩૩૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૨૩૭૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૨૨૬૦ થી રૂ.૨૨૨૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૩૯૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) ટેક મહિન્દ્ર ( ૧૩૮૮ ) :- રૂ.૧૪૦૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૨૪ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૩૭૩ થી રૂ.૧૩૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૪૪૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) ટાટા સ્ટીલ ( ૧૧૪૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૭૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૯૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૧૨૭ થી રૂ.૧૧૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૦૨ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

           રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……

) જમના ઓટો ( ૯૫ ) :- ઓટો પાર્ટ & ઇક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૩ થી રૂ.૧૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) અશોક બિલ્ડકોન ( ૮૫ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે રોડ & હાઈવે સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૮ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૩ થી રૂ.૯૭ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) જેટીઈકેટી ઈન્ડિયા ( ૭૫ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૭ નો પ્રથમ તેમજ રૂ.૬૨ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ઓટો પાર્ટ & ઇક્વિપમેન્ટ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૮૩ થી રૂ.૯૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) ટાઈમ ટેક્નોપ્લાસ્ટ ( ૬૫ ) :- રૂ.૫૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૭૨ થી રૂ.૭૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ ૧૬૨૭૨ થી ૧૭૦૦૭ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular