Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsમેટલ અને એનર્જી શેરોમાં ફંડોની ભારે લેવાલીએ ભારતીય શેરબજારમાં 620 પોઈન્ટનો પ્રત્યાઘાતી...

મેટલ અને એનર્જી શેરોમાં ફંડોની ભારે લેવાલીએ ભારતીય શેરબજારમાં 620 પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૧૨.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૭૦૬૪.૮૭ સામે ૫૭૩૬૫.૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૭૩૪૬.૭૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૯૯.૬૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૧૯.૯૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૭૬૮૪.૭૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૦૩૩.૬૦ સામે ૧૭૧૧૮.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૧૦૦.૫૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૯.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦૧.૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૨૩૫.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ફંડોની આક્રમક તેજીના સથવારે મજબૂતીએ થઈ હતી. ઈન્ડેક્સ બેઝડ ધોવાણ અટકાવવા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં ફંડોએ આજે મોટાપાયે ખરીદી કરતાં અને આ સાથે મેટલ અને એનર્જી શેરોની આગેવાનીએ અને પસંદગીના બેન્કેક્સ – ફાઈનાન્સ અને ઈન્ડસ્ટ્રીયલ કંપનીઓના શેરોમાં તેજી કરી હતી. ફંડોએ આ સાથે ઓટો શેરો તેમજ બેઝિક મટિરિયલ્સ શેરોમાં પણ તેજી કરી હતી. વૈશ્વિક મોરચે જર્મની, ઓસ્ટ્રિયા, ફ્રાંસ સહિતના દેશોમાં કોરોના સંક્રમણમાં ફરી વધારો થવા લાગતાં અને લોકડાઉનની સ્થિતિ  ઊભી થતાં વૈશ્વિક અર્થતંત્રને  ફટકો પડવાના અંદાજો સાથે ફુગાવો – મોંઘવારી વિશ્વને હચમચાવી રહ્યો હોઈ વિશ્વભરમાં વધતાં ફયુલ-એનર્જીના ભાવને લઈ અમેરિકા, જાપાન, ભારત સહિતના દેશોએ ક્રુડનો રિઝર્વ સ્ટોક છુટ્ટો કરવાનું જાહેર કરતાં પોઝિટીવ અસર જોવા મળી હતી.

- Advertisement -

વૈશ્વિક મોરચે  ફુગાવા – મોંઘવારીનું પરિબળ સતત જોખમી બની રહ્યું હોઈ આગામી દિવસોમાં વૈશ્વિક અર્થતંત્ર પર મોટી નેગેટીવ અસરની શકયતા વચ્ચે એક તરફ વિદેશી ફંડો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં સતત વેચવાલ બની રહ્યા છે, ત્યારે બીજી તરફ સ્થાનિક ફંડો, સંસ્થાકીય રોકાણકારોએ શેરોમાં ખરીદી ચાલુ રાખીને આજે ઈન્ડેક્સ મેનેજ કરીને જર્મનીમાં કોરોના કેસોમાં ચિંતાજનક વધારા સાથે મૃત્યુ આંક એક લાખને પાર થઈ જતાં વૈશ્વિક ચિંતા વધતાં છતાં ફંડો તેજી કરતા ભારતીય શેરબજાર દિવસની ઊંચાઈએ બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ટેલિકોમ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૯૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૪૭ અને વધનારની સંખ્યા ૧૯૦૯ રહી હતી, ૧૩૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૫૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૨૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વિવિધ પ્રતિકૂળ અહેવાલો પાછળ નવેમ્બર માસમાં ભારતીય શેરબજારના મુખ્ય ઇન્ડેક્સ અંદાજીત ૪% તુટયા છે. પ્રર્વતમાન સંયોગો જોતા શરૂ થયેલા ડિસેમ્બર માસમાં પણ બજારમાં વોલેટાલિટી યથાવત રહે તેમ મારૂ માનવું છે. નવેમ્બર માસ દરમિયાન વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાના નવા વેરીએન્ટના કારણે પુન:લોકટાઉનનો અમલ વિવિધ દેશોમાં ઉંચો ફુગાવો, ક્રૂડના ભાવમાં ઉછળકૂદ, હળવી નાણાંનીતિ પર બ્રેક વાગવાની સંભાવના સહિત ઘરઆંગણે વિદેશી રોકાણકારોની સતત વેચવાલી સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલોની બજાર પર અસર જોવા મળી હતી. ગત સપ્તાહમાં સેન્સેક્સમાં ૨.૭૩%નું અને નિફ્ટીમાં ૨.૯૭%નું ગાબડું નોંધાયું હતું. જ્યારે પૂરા માસ દરમિયાન સેન્સેક્સમાં ૩.૭૮ અને નિફ્ટમાં ૩.૯૦%નું ગાબડું નોંધાયું હતું.

આગામી દિવસોમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા તેના બોન્ડ બાઈંગ પ્રોગ્રામમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાશે. આ ઉપરાંત કોરોનાના નવા બેરીએન્ટના કારણે આગામી સમયમાં વિવિધ દેશોમાં પ્રતિકૂળતા વધવાના એંધાણ છે. આ ઉપરાંત ફુગાવાના મોરચે પણ ખાસ ઝડપી રાહત થવાની શક્યતા ઓછી છે. આ બધી પ્રતિકૂળતા જોતા નવા માસમાં પણ વિદેશી રોકાણકારોની વેચવાલી સાથે ચાલુ ડિસેમ્બર માસમાં પણ બજારમાં વોલેટાલીટી જારી રહેવાની સંભાવના છે. આ સંજોગોમાં રોકાણકારોએ સાવચેતી જરૂરી બની રહેશે.

તા.૦૨.૧૨.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

NIFTY FO

તા.૦૧.૧૨.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૨૩૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૧૩૩ પોઈન્ટના પ્રથમ અને ૧૭૦૭૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૨૮૮ પોઈન્ટ થી ૧૭૩૦૩ પોઈન્ટ ૧૭૩૩૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

BANK NIFTY FO

તા.૦૧.૧૨.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૬૪૯૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૩૬૧૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૬૬૦૬ પોઈન્ટ થી ૩૬૭૭૭ પોઈન્ટ, ૩૬૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એસીસી લિમિટેડ ( ૨૨૬૫ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૨૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૨૦૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૨૮૦ થી રૂ.૨૨૯૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૩૦૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • લાર્સન & ટુબ્રો ( ૧૭૯૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૫૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૦૮ થી રૂ.૧૮૧૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ટાટા કેમિકલ ( ૮૯૦ ) :- રૂ.૮૭૮ નો પ્રથમ તેમજ રૂ.૮૬૮ ના બીજા સપોર્ટથી કોમોડીટી કેમિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૦૩ થી રૂ.૯૧૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • બર્જર પેઈન્ટ ( ૭૪૫ ) :- ફર્નિચર, ફર્નિશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૫૭ થી રૂ.૭૬૪ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૨૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ગ્લેનમાર્ક ફાર્મા ( ૫૦૪ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૮૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૨૩ થી રૂ.૫૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ટાટા સ્ટીલ ( ૧૦૮૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૭૩ થી રૂ.૧૦૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારતી એરટેલ ( ૭૨૫ ) :- રૂ.૭૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૭૧૭ થી રૂ.૭૦૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • અદાણી પોર્ટ ( ૭૧૧ ) :- મરીન પોર્ટ & સર્વિસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૭૩૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૬૯૬ થી રૂ.૬૮૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • અમરરાજા બેટરી ( ૬૨૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો પાર્ટ & ઇક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૪૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૦૬ થી રૂ.૫૯૫ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ ( ૪૨૬ ) :- રૂ.૪૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૫૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૪૧૬ થી રૂ.૪૦૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular