Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsમેટલ અને કન્ઝયુમર ડયુરેબલ્સ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં નીચા મથાળેથી નવી...

મેટલ અને કન્ઝયુમર ડયુરેબલ્સ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં નીચા મથાળેથી નવી લેવાલી નોંધાતા 460 પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૧.૧૨.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૭૭૯૪.૩૨ સામે ૫૭૮૪૯.૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૭૮૪૬.૫૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૬૨.૭૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૫૯.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૨૫૩.૮૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૨૬૭.૯૫ સામે ૧૭૨૬૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૨૬૫.૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૨.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૨.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૪૨૦.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

કેલેન્ડર વર્ષ ૨૦૨૧ પૂરું થવામાં હોઈ હોલી – ડે મૂડ સાથે આજે ડેરિવેટીવ્ઝમાં જાન્યુઆરી વલણની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. વિશ્વભરમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ સહિતના અસાધારણ વધતાં જતાં કેસોની  સાથે અમેરિકા, યુરોપના દેશોમાં ચિંતાજનક પરિસ્થિતિ અને ભારતમાં પણ મોટી સંખ્યામાં કેસો વધી રહ્યા હોઈ ફરી કડક લોકડાઉનના પગલાં મહાનગરોમાં તોળાઈ રહ્યા  હોઈ ફંડો, મહારથીઓ આજે ઈન્ડેક્સ બેઝડ સતત સાવચેતી છતાં આજે ફંડોની નીચા મથાળે લેવાલી નોંધાતા ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

- Advertisement -

લોકલ ફંડોની સાથે ખાસ ઓપરેટરો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ પોતાના પસંદગીના  સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીનું તોફાન ચાલુ રાખ્યું હતું. આ સાથે મેટલ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં લોકલ ફંડોની આક્રમક ખરીદી સાથે બેઝિક મટિરિયલ્સ, ઓટો અને ટેલિકોમ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. વિશ્વભરમાં કોરોનાના ફરી હાહાકાર વચ્ચે વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ વધતાં અને એના પરિણામે  ડિજિટાઈઝેશન માટેની વિવિધ ક્ષેત્રોની જરૂરીયાત વધવાના અને એના પરિણામે આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી ક્ષેત્રે બિઝનેસમાં મોટી વૃદ્વિની અપેક્ષાએ ફંડોએ આઈટી શેરોમાં તેજી જોવા મળી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, બેઝિક મટિરિયલ્સ, ઓટો અને ટેલિકોમ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૮૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૭૫ અને વધનારની સંખ્યા ૨૪૧૩ રહી હતી, ૯૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૭૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વર્તમાન નાણાં વર્ષ સમાપ્ત થવાને ત્રણ મહિનાની વાર છે ત્યારે, કેન્દ્ર સરકાર વર્તમાન નાણાં વર્ષનો ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ ચૂકી જાય તેવી શકયતા જોવાઈ રહી છે. નાણાં મંત્રાલયનું હાલમાં સંપૂર્ણ ધ્યાન લાઈફ ઈન્સ્યૂરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં હિસ્સાના ૩૧મી માર્ચ પહેલા વેચાણ કરવા પર છે ત્યારે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. ના ખાનગીકરણ સામે હાલમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટના સુધારિત અંદાજમાં નાણાં મંત્રાલય ઘટાડો કરે તેવી શકયતા છે. એલઆઈસીનું જાહેર ભરણું સરકાર માટે હાલમાં ઘણું મહત્વનું છે. આ ભરણાં મારફત સરકાર અંદાજીત રૂ.૮૦,૦૦૦ કરોડથી રૂપિયા એક લાખ કરોડ ઊભા કરવા ધારે છે.

કોરોનાને કારણે સરકારી તિજોરી પર આવી પડેલા ભારને ધ્યાનમાં રાખી આ નાણાં ઊભા કરવાનું સરકાર માટે આવશ્યક બની ગયું છે. ડિસઈન્વેસ્ટમેન્ટસ મારફત વર્તમાન નાણાં વર્ષમાં રૂ.૧.૭૫ લાખ કરોડ ઊભા કરવા સરકારે બજેટમાં અંદાજ મૂકયો હતો.આ અંદાજમાં રૂપિયા ૪૦થી ૪૫ હજાર કરોડનો ઘટાડો થવા શકયતા છે. બીપીસીએલના વેચાણ સંદર્ભમાં હજુ સુધી કોઈ પ્રગતિ થઈ શકી નથી. બીપીસીએલના વેચાણ માટે પાર પાડવાની રહેતી પ્રક્રિયાએ લાંબો સમય લીધો છે. વર્તમાન નાણાં વર્ષમાં એનએમડીસી, હુડકો સહિતની કેટલીક કંપનીઓમાં સામાન્ય હિસ્સાના વેચાણ મારફત કેન્દ્ર સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત અત્યાર સુધીમાં માત્ર રૂ.૯૩૩૦ કરોડ ઊભા કરી શકી છે.

તા.૦૩.૦૧.૨૦૨૨ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

NIFTY FO

તા.૩૧.૧૨.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૪૨૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૧૭૨૩૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૪૭૪ પોઈન્ટ થી ૧૭૫૦૫ પોઈન્ટ ૧૭૫૩૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૫૩૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૩૧.૧૨.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૫૬૭૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૬૦૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૬૦૬ પોઈન્ટ થી ૩૬૪૭૪ પોઈન્ટ, ૩૫૪૦૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૦૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એસ્કોર્ટ્સ લિ. ( ૧૯૧૫ ) :- કોમર્શિયલ વ્હીકલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૬૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૩૩ થી રૂ.૧૯૪૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • અદાણી એન્ટરપ્રાઈઝ ( ૧૭૧૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૮૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૬૭૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૩૭ થી રૂ.૧૭૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • બર્જર પેઈન્ટ્સ ( ૭૭૪ ) :- રૂ.૭૬૦ નો પ્રથમ તેમજ રૂ.૭૪૭ ના બીજા સપોર્ટથી ફર્નિચર, ફર્નિશિંગ, પેઇન્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૮૭ થી રૂ.૭૯૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • અમર રાજા બેટરીઝ ( ૬૩૯ ) :- ઓટો પાર્ટ્સ અને ઇક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૫૬ થી રૂ.૬૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૧૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ડાબર ઈન્ડિયા ( ૫૮૧ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૬૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પર્સનલ પ્રોડક્ટ્સ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૯૩ થી રૂ.૬૦૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ઈન્ફોસિસ લિ. ( ૧૯૦૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૮૮ થી રૂ.૧૮૭૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વોલ્ટાસ લિ. ( ૧૨૨૫ ) :- રૂ.૧૨૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૨૦૮ થી રૂ.૧૧૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૭૨ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ટાટા કેમિકલ્સ ( ૮૯૮ ) :- કોમોડિટી કેમિકલ્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૧૯ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૮૦ થી રૂ.૮૬૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ભારત ફોર્જ ( ૭૦૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૨૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૮૬ થી રૂ.૬૭૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૪૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારતી એરટેલ ( ૬૮૭ ) :- રૂ.૭૦૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૧૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૭૬ થી રૂ.૬૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular