Thursday, December 26, 2024
Homeબિઝનેસભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૬.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૫૦૧.૯૮ સામે ૫૨૧૨૨.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૦૪૦.૫૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૮૩.૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૭૮.૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૩૨૩.૩૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૯૦.૨૦ સામે ૧૫૬૭૧.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૬૨૬.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૧.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૯.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૬૮૦.૯૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

દેશમાં કોરોના સંક્રમણમાં ઝડપી ઘટાડા સાથે લોકડાઉનમાંથી દેશ બહાર આવી આર્થિક ગતિવિધિ વધવા લાગતાં અને ચોમાસાની પણ સારી પ્રગતિ થઈ રહી હોઈ ફંડો દ્વારા ભારતીય શેરબજારમાં સતત તેજી નોંધવ્યા બાદ આજે સતત બીજા દિવસે ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. વિક્રમી તેજીની દોટમાં સપ્તાહના આરંભમાં સેન્સેક્સે ૫૨૮૬૯.૫૧નો નવો ઈતિહાસ અને નિફટી ફ્યુચરે ૧૫૯૦૯.૦૦નો નવો વિક્રમ સર્જયા બાદ આજે વિક્રમી તેજીને વિરામ આપ્યો હતો. વૈશ્વિક મોરચે એક તરફ ચાઈનામાં વધતાં ફુગાવાને લઈને ચિંતા અને ફરી કોરોના સંક્રમણ વધી રહ્યું હોવા સાથે શિપિંગ અટક્યાના અહેવાલ સાથે સ્થાનિકમાં પણ સરકાર દ્વારા સ્ટીલ સહિતના મેટલના ભાવો અંકુશમાં લેવા પગલાં લઈ રહ્યાના સંકેતો વચ્ચે આજે ફંડોએ મેટલ-માઈનીંગ અને પાવર શેરોમાં ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી.

- Advertisement -

આગામી દિવસોમાં આર્થિક મોરચે હજુ અનિશ્ચિતતા કાયમ હોઈ આર્થિક વિકાસ પણ મંદ પડી રહ્યાની સ્થિતિએ મોટા પડકારો સર્જાવાની પૂરી શકયતા અને આર્થિક વિકાસમાં મોટી પીછેહઠ જોવાશે એવા સંકેત વચ્ચે ફંડોએ આજે નફારૂપી વેચવાલી કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. કોરોના વિસ્ફોટના કારણે દેશભરમાં અનેક વિસ્તારોમાં હજુ લોકડાઉનની યથાવત રહેતા સેન્સેક્સ, નિફટી બેઝડ આજે ઘટાડા સાથે ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ વેચવાલી રહેતાં માર્કેટબ્રેડથ નેગેટિવ રહી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, આઇટી અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૬૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૨૦ અને વધનારની સંખ્યા ૧૩૮૬ રહી હતી, ૧૫૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૯૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરાનાની બીજી લહેરને કારણે વર્તમાન નાણાં વર્ષના પ્રથમ બે મહિના એટલે કે એપ્રિલ તથા મે માસમાં વેપાર કામકાજ પર અસર પડી હોવા છતાં આ બે મહિનામાં જીએસટીની વસૂલીનો આંક અનુક્રમે રૂ.૧.૪૧ લાખ કરોડ તથા રૂ.૧.૦૩ લાખ કરોડ રહ્યો છે. જીએસટીના આંકને આધારે રિપોર્ટમાં વર્તમાન નાણાં વર્ષની જીએસટી વસૂલી સંદર્ભમાં આશાવાદી સૂર વ્યકત કરાયો છે. લોકડાઉન્સ છતાં વેરા મારફતની આવક સાનુકૂળ સ્તરે રહેતા સરકારની નાણાં સ્થિતિ પર હજુ કોઈ તાણ જોવાતી નથી. જીએસટી મારફતની વસૂલીનો વર્તમાન સ્તર જળવાઈ રહેશે તો, કેન્દ્રએ રાજ્યોને વળતર ચૂકવવા માટે બજારમાંથી વધુ નાણાં ઉછીના લેવાની આવશ્યકતા નહીં પડે. 

કોરોનાની ત્રીજી લહેર નહીં ત્રાટકે તો કેન્દ્ર તથા રાજ્યોની નાણાંકીય સ્થિતિ બજેટ અંદાજ કરતા પણ સારી જોવા મળી શકશે અને રાજ્યોની વેરા મારફતની આવક વર્તમાન નાણાં વર્ષમાં અંદાજ કરતા રૂ.૬૦,૦૦૦ કરોડ વધુ રહીને રૂપિયા ૮.૨૭ લાખ કરોડ રહેવા વકી છે. વર્તમાન નાણાં વર્ષ માટે કેન્દ્રએ એકસાઈઝ મારફત રૂપિયા ૩.૩૫ લાખ કરોડની આવક થવાનો અંદાજ મૂકયો છે. પેટ્રોલ તથા ડીઝલ પર એકસાઈઝનું વર્તમાન સ્તર ચાલુ રહેશે તો વર્ષના અંતે સરકારની એકસાઈઝ મારફતની આવક બજેટ અંદાજ કરતા રૂ.૭૬૩૩૯ કરોડ વધુ રહી શકે છે.                  

તા.૧૮.૦૬.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૭.૦૬.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૬૮૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૧૫૫૩૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૭૦૭ પોઈન્ટ થી ૧૫૭૩૭ પોઈન્ટ ૧૫૭૭૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૭૭૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૭.૦૬.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૪૫૯૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૩૪૧૭૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૪૬૭૬ પોઈન્ટ થી ૩૪૭૩૭ પોઈન્ટ, ૩૪૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૪૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • રામકો સિમેન્ટ ( ૧૦૩૪ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૦૧૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૦૦૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૦૪૭ થી રૂ.૧૦૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૦૭૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ટાટા કેમિકલ ( ૭૨૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૦૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૬૯૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૭૪૪ થી રૂ.૭૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૬૯૭ ) :- રૂ.૬૮૬ નો પ્રથમ તેમજ રૂ.૬૭૬ ના બીજા સપોર્ટથી આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૦૭ થી રૂ.૭૧૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ડાબર ઇન્ડિયા ( ૫૭૫ ) :- પર્સનલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૮૮ થી રૂ.૫૯૫ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૫૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • બાયોકોન લિમિટેડ ( ૩૯૯ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૮૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બાયોટેકનોલોજી સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૦૮ થી રૂ.૪૧૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ટાઈટન લિમિટેડ ( ૧૭૦૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એપેરલ્સ & એસેસરીઝ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૮૬ થી રૂ.૧૬૭૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૧૬૫ ) :- રૂ.૧૧૯૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૦૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૧૪૦ થી રૂ.૧૧૨૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૧૨ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • હેવલ્સ ઇન્ડિયા ( ૧૦૦૦ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૨૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૮૩ થી રૂ.૯૭૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • એચસીએલ ટેકનોલોજી ( ૯૮૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૭૩ થી રૂ.૯૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૧૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૮૦૪ ) :- ૮૨૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૩૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૯૭ થી રૂ.૭૮૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૩૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular