રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૨.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૦૬૧૪.૨૯ સામે ૫૧૦૩૧.૩૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૦૫૬૫.૨૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૦૭.૯૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૭.૩૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૭૩૧.૬૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૮૯૫.૩૫ સામે ૧૪૯૪૯.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૮૬૬.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૨.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૦.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૯૪૬.૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની રેપો રેટ અંગેની જાહેરાત વચ્ચે આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. ગત સપ્તાહમાં બજારની લાંબાગાળાની તંદુરસ્તી માટે અપેક્ષિત મોટું કરેકશન જોવાયા બાદ ચાલુ સપ્તાહની શરૂઆતથી જ ફંડોએ શેરોમાં આક્રમક તેજી સપ્તાહના અંત સુધી યથાવત રાખી હતી. કેન્દ્રિય બજેટ દેશના સર્વાંગી વિકાસ ખાસ આત્મનિર્ભર ભારત માટે મહત્વનું બની રહેવાના અને ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતના વિવિધ ક્ષેત્રોને પ્રોત્સાહનો આપવામાં આવતાં ફંડોએ શેરોમાં નવી લેવાલી થકી સતત વિક્રમી તેજીની ચાલ નોંધાતા બીએસઇ સેન્સેક્સ પ્રથમવાર ૫૧,૦૦૦ પોઈન્ટની સપાટી કૂદાવીને ૫૧,૦૭૩ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૫૦૦૦ પોઈન્ટની સપાટીને પાર કરીને ૧૫૦૦૮ પોઈન્ટની નવી ઐતિહાસિક ઊંચાઈનો વિક્રમ નોંધાવ્યો હતો.
વિશ્વની વિવિધ કેન્દ્રીય બેન્કો દ્વારા નાણાં નીતિ હળવી કરાયા બાદ બજારમાં લિક્વિડિટીમાં વધારો થતા તેનો પ્રવાહ ઊભરતી બજારો તરફ વળ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. ગત વર્ષે કોરોનાની મહામારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉનની જાહેરાત બાદના દિવસે ભારતીય શેરબજારોમાં કડાકો બોલાઈ ગયો હતો. જો કે ત્યારબાદ બજારમાં ફરી તેજી તરફી મુવમેન્ટમાં વિદેશી રોકાણકારોની મોટી ભૂમિકા રહી છે. વિદેશી રોકાણકારોની લેવાલીને પગલે ભારતીય શેરબજારના ઈન્ડાઈસિસ સતત નવી વિક્રમી સપાટી નોંધાવી રહ્યા છે. જો કે વૈશ્વિક કેન્દ્રીય બેન્કો ખાસકરીને અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા નાણાં નીતિમાં કોઈપણ ફેરબદલ ભારતના શેરબજારો સામે જોખમી બની શકે છે. નાણાં નીતિમાં ફેરબદલથી ભારત સહિતની ઊભરતી બજારોમાંથી આઉટફલોસ પણ જોવા મળી શકે છે.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સીડીજીએસ, એનર્જી, આઇટી, ટેલિકોમ, યુટિલિટીઝ, ઓટો, કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૨૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૮૮ અને વધનારની સંખ્યા ૧૨૮૯ રહી હતી, ૧૫૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૭૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૫૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના સંક્રમણના પરિણામે વિશ્વ ત્રસ્ત છે ત્યારે ઘણાં દેશોના અર્થતંત્ર સંકટમાં છે. વિશ્વભરમાં કોરોના વેક્સિનેશનનો પ્રોગ્રામ વેગ પકડી રહ્યો છે, પણ આ મહામારીમાંથી ક્યારે મુક્ત થઈ શકાશે એ અનિશ્ચિત છે ત્યારે આ પ્રવર્તમાન પરિસ્થિતિમાં અર્થતંત્રની ગાડી પુન:પટરી પર લાવવા આડે અનેક પડકારો છે. વૈશ્વિક મોરચે હજુ અનિશ્ચિતતાના દોર કાયમ રહેવા સાથે અમેરિકામાં સત્તા પરિવર્તન બાદ કોરોના સંક્રમણને રોકવાના બાઈડેન સરકાર દ્વારા મોટાપાયે પ્રયાસો શરૂ કર્યા સાથે અર્થતંત્રને પટરી પર લાવવા લેવાઈ રહેલા પગલાં પર નજર રહેશે. ઉપરાંત સ્થાનિક સ્તરે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના રોકાણ પ્રવાહ પર નજર સાથે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ પર નજર રહેશે, ઉપરાંત આંતરરાષ્ટ્રીય મોરચે બ્રેક્ઝિટ ડિલની આસપાસ થઈ રહેલા ડેવલપમેન્ટસ સાથે સ્થાનિક સ્તરે રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર વિશ્વની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.
તા.૦૮.૦૨.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૦૫.૦૨.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૯૪૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૪૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૫૦૦૮ પોઈન્ટ થી ૧૫૦૮૮ પોઈન્ટ ૧૫૧૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૦૫.૦૨.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૫૭૬૬ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૩૫૦ પોઈન્ટના પ્રથમ અને ૩૫૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૯૦૯ પોઈન્ટ થી ૩૬૦૦૬ પોઈન્ટ, ૩૬૧૬૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૧૬૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- એચડીએફસી બેન્ક ( ૧૫૯૨ ) :- એચડીએફસી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૭૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૦૬ થી રૂ.૧૬૧૬ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- પિરામલ એન્ટરપ્રાઈઝ ( ૧૫૪૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૧૫ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૯૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૬૩ થી રૂ.૧૫૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- ટાઇટન લિમિટેડ ( ૧૫૧૪ ) :- રૂ.૧૪૯૦ નો પ્રથમ તેમજ રૂ.૧૪૭૭ ના બીજા સપોર્ટથી એપેરલ્સ & એસેસરીઝ રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૩૭ થી રૂ.૧૫૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- ડાબર ઇન્ડિયા ( ૫૨૪ ) :- પર્સનલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૪૪ થી રૂ.૫૫૫ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૫૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- બંધન બેન્ક ( ૩૩૦ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૧૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૪૭ થી રૂ.૩૫૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૭૩૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સ્પેશિયાલિટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૦૭ થી રૂ.૧૬૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એસ્કોર્ટ્સ લિમિટેડ ( ૧૪૦૩ ) :- રૂ.૧૪૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૫૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૩૮૮ થી રૂ.૧૩૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૭૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- વોલ્ટાસ લિમિટેડ ( ૧૦૦૩ ) : કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૬૬ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૮૮ થી રૂ.૯૭૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- બર્જર પેઈન્ટ ( ૭૩૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફર્નિચર , ફર્નીશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૦૭ થી રૂ.૬૯૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ભારત ફોર્જ ( ૬૨૨ ) :-૬૪૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૫૬ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૦૬ થી રૂ.૫૯૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૭૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )