Sunday, December 7, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઆજે ભારતને મળશે ત્રીજી વેક્સિન

આજે ભારતને મળશે ત્રીજી વેક્સિન

દેશમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણ વચ્ચે આજથી 18 વર્ષથી ઉપરના લોકોનું વેક્સીનેશન શરુ કરવામાં આવ્યું છે.આજે રોજ રશિયાની કોરોના વેક્સિન સ્પુતનીક-vનો પહેલો જથ્થો ભારત આવી પહોચશે. સ્પુતનીક-v મળતાની સાથે જ ભારતમાં રસીકરણની પ્રક્રિયા વધુ ઝડપી બનશે.

- Advertisement -

ન્યૂઝ એજન્સી રોઈટર્સે રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ)ના એક અધિકારીએ જણાવ્યું છે કે ભારતને 1 મેના રોજ રશિયન કોરોના વેક્સિન ‘સ્પૂતનિક-V’નો પ્રથમ જથ્થો મળી જશે. રશિયાની આ વેક્સિન સપ્લાઈ ભારતને કોરોના વાયરસ મહામારીની બીજી લહેરમાંથી બહાર નીકળવામાં મદદ કરશે. રશિયન વેક્સિન ‘સ્પૂતનિક-Vની ત્રીજી તબક્કાની ટ્રાયલમાં તે 91.6 ટકા અસરકારક સાબિત થઈ હતી અને કોઈ આડઅસર પણ જણાઈ ન હતી.

ભારતમાં રશિયન કોરોના વેક્સિન ‘સ્પૂતનિક-V’ ને ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી હતી. ભારતની સેન્ટ્રલ મેડિસીન ઓથોરિટીની એક નિષ્ણાત સમિતિએ દેશમાં કેટલીક શરતો સાથે રશિયન કોરોના વેક્સિન ‘સ્પૂતનિક- V’ ના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવાની ભલામણ પણ કરવામાં આવી હતી, જેને ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ભારત સિવાય 60 દેશોએ સ્પૂતનિક- Vને મંજૂરી આપી છે. 

- Advertisement -

હાલમાં, કોવેક્સિન અને કોવિશિલ્ડ બંને રસી સરકારી હોસ્પિટલોમાં વિના મૂલ્યે ઉપલબ્ધ છે. ત્યારે સ્પુતનિક-v ની કિંમત શું હશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. સ્પુતનિકના ઉપયોગને મંજૂરી આપનારા દેશોમાં, તેની રસીની કિંમત આશરે 750રૂપિયા છે. જો કે, સ્પૂતનિક- V વેક્સિનના સત્તાવાર ભાવની જાહેરાત કરવામાં આવી નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular