Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયભારત બાયોટેક બાળકો માટે લાવશે વેક્સીન, 525 બાળકો પર કરશે ક્લિનિકલ ટ્રાયલ

ભારત બાયોટેક બાળકો માટે લાવશે વેક્સીન, 525 બાળકો પર કરશે ક્લિનિકલ ટ્રાયલ

- Advertisement -

ભારતમાં ચાલી રહેલ કોરોના વાયરસની મહામારી વચ્ચે વેક્સીનેશનની પ્રક્રિયા પણ ચાલી રહી છે. કોરોનાની બીજી લહેર પ્રથમ લહેર કરતા વધુ ભયાનક છે. ત્યારે નિષ્ણાતોને એવી શંકા છે કે જો કોરોનાની ત્રીજી લહેર આવશે તો તેમાં બાળકો પણ પ્રભાવિત થશે. તેના અનુસંધાને એક ખૂબ જ મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. કોરોના વેક્સિન સાથે સંકળાયેલી સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી એ મંગળવારે ભારત બાયોટેકની કોવેક્સિનની 2થી 18 વર્ષની ઉંમરના બાળકો પર ટ્રાયલ માટે ભલામણ કરી હતી જેને મંજૂરી મળી ગઈ છે.

- Advertisement -

SECએ ભલામણ કરી હતી કે, ભારત બાયોટેકની કોવેક્સિનને ફેઝ 2, ફેઝ 3 ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી અપાવી જોઈએ જેમાં 2થી 18 વર્ષની ઉંમરના બાળકોને સામેલ કરવામાં આવે. ત્યારે ભારત બાયોટેકની કોવેક્સિનને ટ્રાયલ માટે મંજુરી મળી ગઈ છે. જે 2થી 18 વર્ષના 525 બાળકો પર કલીનીકલ ટ્રાયલ કરશે.જો તેમાં બાળકોને કોઈ આડઅસર નથી થાય અને ટ્રાયલ સફળ રહેશે તો અગામી સમયમાં બાળકોને પણ વેક્સીન આપવામાં આવે તેવી સંભાવનાઓ છે.

ભારતમાં હાલ જે 2 વેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે ફક્ત 18 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે જ છે. ભારતના નાગરિકોને સીરમ ઈન્સ્ટિટ્યુટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન અપાઈ રહી છે.  

- Advertisement -

કોવિડ-19 વિષયની એક્સપર્ટ કમિટીએ મંગળવારે ભારત બાયોટેક દ્વારા કરાયેલી અરજી પર વિચાર વિમર્શ કર્યો જેમાં તેમણે કોવેક્સીન રસીની બે વર્ષથી 18 વર્ષના બાળકોમાં સુરક્ષા અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા સહિત અન્ય ચીજોનું આકલન કરવા માટે પરીક્ષણના બીજા/ત્રીજી તબક્કાની મંજૂરી આપવા માટે ભલામણ કરી હતી. સૂત્રના જણાવ્યાં મુજબ કંપનીની અરજી પર વિસ્તૃત વિચાર વિમર્શ કર્યા બાદ સમિતિએ પ્રસ્તાવિત બીજા/ત્રીજા તબક્કાના પરીક્ષણની મંજૂરી આપવા માટે ભલામણ કરી હતી. ભારત બાયોટેકને બાળકો પર વેક્સીનના ટ્રાયલની મંજુરી મળી ગઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular