Sunday, December 22, 2024
Homeસ્પોર્ટ્સજુનિયર હોકી એશિયા કપમાં ભારત ચેમ્પિયન

જુનિયર હોકી એશિયા કપમાં ભારત ચેમ્પિયન

ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી ભારતે ચોથી વખત ટ્રોફી જીતી

- Advertisement -

ભારતીય જુનિયર પુરૂષ હોકી ટીમે પોતાના કટ્ટર હરિફ પાકિસ્તાનને 2-1થી હરાવીને ચોથી વખત જુનિયર એશિયા કપ ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. આઠ વર્ષ બાદ રમાયેલી આ ટૂર્નામેન્ટ જોવા માટે મોટી સંખ્યામાં ભારત અને પાકિસ્તાનના ચાહકો ઉમટ્યા હતા. અંતિમ ક્ષણોમાં પાકિસ્તાને ઘણી આક્રમક રમત બતાવી પરંતુ ભારતીય ગોલકિપર મોહિતની આગેવાનીમાં રક્ષાપંક્તિએ તેના દરેક વારને નાકામ બનાવ્યો હતો. ભારત માટે અંગદ બીરસિંહે 12મી મિનિટમાં, અરાઈજીતસિંહ હુંડલે 19મી મિનિટમાં ગોલ કર્યા જ્યારે ભારતના પૂર્વ મુખ્ય કોચ રોલેન્ટ ઓલ્ટમેન્સના કોચિંગવાળી પાકિસ્તાની ટીમ માટે એકમાત્ર ગોલ 37મી મિનિટમાં બશારત અલીએ કર્યો હતો. ભારતે 2004, 2008 અને 2015 બાદ આ ખીતાબ ચોથી વખત જીત્યો છે. બન્ને ટીમે આ પહેલાં ત્રણ વખત જુનિયર પુરુષ હોકી એશિયા કપના ફાઈનલમાં ટકરાઈ ચૂકી છે. પાકિસ્તાને 1996માં જીત મેળવી જ્યારે 2004માં ભારત વિજયી રહ્યું હતું. ભારતે પાછલી વખતે મલેશિયામાં રમાયેલી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનને 6-2થી હરાવી ટ્રોફી જીતી હતી. આ વખતે ટૂર્નામેન્ટ આઠ વર્ષ બાદ થઈ રહ્યું છે. આ પહેલાં કોરોનાને કારણે 2021માં તેનું આયોજન થઈ શક્યું ન્હોતું.આ વખતના ફાઈનલ મુકાબલામાં ભારતે આક્રમક શરૂઆત કરીને પાકિસ્તાની ગોલ પર પ્રથમ ક્વાર્ટરથી જ એટેક કર્યા હતા. ભારતને 12મી મિનિટમાં પહેલી સફળતા અંગદ બીરે અપાવી હતી.

- Advertisement -

બીજા ક્વાર્ટરમાં પણ બોલ પર નિયંત્રણના મામલે ભારતનો જ દબદબો રહ્યો હતો. ભારતીય ફોરવર્ડ પંક્તિના શાનદાર મૂવને અરાઈજીતે ફિનિશિંગ આપતા 19મી મિનિટમાં બીજો ફિલ્ડ ગોલ કર્યો હતો. ટૂર્નામેન્ટમાં આ તેનો આઠમો ગોલ હતો. હાફટાઈમ પહેલાં પાકિસ્તાનના શાહિદ અબ્દુલે સુવર્ણ મોકો બનાવ્યો પરંતુ તે સફળ થઈ શક્યો ન્હોતો.

ઉલ્લેખનિય છે કે, ભારત-પાકિસ્તાન બન્ને આ વખતે ફાઈનલ સુધી અપરાજિત રહ્યા હતા. બન્નેનો સામનો લીગ સ્ટેજમાં પણ ન્હોતો થયો પરંતુ એ મેચ 1-1થી ડ્રો રહી હતી. ભારત શ્રેષ્ઠ ગોલ સરેરાશના આધારે લીગ સ્ટેજમાં ટોચ પર રહ્યું હતું. ગત ચેમ્પિયન ભારતે પહેલી મેચમાં ચીની તાઈપેને 18-0થી હરાવ્યું. જ્યારે જાપાનને 3-1 અને થાઈલેન્ડને 17-0થી માત આપી હતી. સેમિફાઈનલમાં ભારતે કોરિયાને 9-1થી હરાવ્યું હતું. જ્યારે પાકિસ્તાને લીગ સ્ટેજમાં ચીનને 15-1, થાઈલેન્ડને 9-0, જાપાનને 3-2થી અને સેમિફાઈનલમાં મલેશિયાને 6-2થી હરાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular