લોન ડિફોલ્ટ એ એક સમયે સમાજમાં લાંછન હતું આજે એ સોશ્યિલ સ્ટેટ્સ ગણાય છે અને હજારો કે લાખો નહિ હજારો કરોડના લોન ડિફોલ્ટમાં આપણે વિજય માલ્યા કે નીરવ મોદીની ચર્ચા કરીએ છીએ પણ તમને સારા કહેરાવે તેવા લોન ડિફોલ્ટર આજે દેશ ના બિઝનેસ હબ ગણાતા મુંબઈથી સમગ્ર મહારાષ્ટ્ર અને મોટા ભાગના વિકસિત ગણતા રાજ્યોમાં છે અને તેમાં વિલફુલ ડિફોલ્ટર એટલે કે જેઓ બેંકના નાણાં ભરવા સક્ષમ છે પણ ભરવા ઇચ્છતા નથી તેની સંખ્યા પણ મોટી છે.
આ ડિફોલ્ટર નાણા ભરવા તૈયાર નથી કારણ ભારતમાં લોન ડિફોલ્ટ બદલ જેલ સજા થઇ હોય તેમાં ભાગ્યે જકોઇ કરોડપતિ છે હાલમાં જ જાહેર થયેલા રિપોર્ટ મુજબ દેશમાં છેલ્લા 10 વર્ધમાં વિલફુલ લોન ડિફોલ્ટર 10 ગણા વધ્યા છે અને હવે આ પ્રકાર ના વિલફુલ ડિફોલ્ટર પાસે બંકોના 2.4 લાખ કરોડ રૂપિયા ફસાયા છે જેમાં એ. બી જી શિપયાર્ડ ના પ્રમોટર રિશી અગ્રવાલ નંબર 1 પર છે જેની કંપની બેંક લોનના રૂપિયા 6382 કરોડ ચૂકવવામાં નિષ્ફળ ગઇ છે.
જયારે એમટેક ઓટો અને તેની સબ્સિડરી જેના પ્રમોટર અરવિંદ ધામ છે તે ગ્રુપ બેંકના રૂ.5885 કરોડ ચૂકવવામાં નિષ્ફળ ગયા છે રિઝર્વ બેંક દ્વારા રૂ. 25 લાખ કે તેથી વધુની લોન રકમમાં ડિફોલ્ટ હોય તેવા 12000 ધિરાણ કેસ ને 31 માર્ચ 2022 સુધીમાં અલગ કરાયા છે જે ડિફોલ્ટ થયા છે. આ યાદીમાં ત્રીજા સ્થાને સાંડેસરા બંધુઓ છે જેની કંપની સ્ટર્લિંગ ગ્લોબલ ઓઇલ રિસોર્સસીસ રૂ 3757 કરોડમાં ડિફોલ્ટ થઇ છે અને તેઓ વિદેશ નાસી ગયા છે અને નાઈજેરિયામાં આરામથી રહે છે.
આ 2.4 લાખ કરોડની રકમ કોઈ નાની નથી ભારત સરકાર દેશના લોકો ના આરોગ્ય નાતે દર વર્ષે રૂ 86000 કરોડનું બજેટ ફાળવે છે તેના કરતા ત્રણ ગણી રકમ આ ડિફોલ્ટર પાસે બાકી છે અને સૌથી મહત્વ નું આ ડિફોલ્ટર ના નાણાં રાષ્ટ્રીયકૃત બેંકો ના ડૂબ્યા છે જે જનતા ના નાણાં છે અને વિશ્વના 86 દેશો ની જીડીપી કરતા આ વિલફુલ ડિફોલ્ટરની રકમ વધુ છે. આ ડિફોલ્ટમાં સૌથી વધુ રકમ સ્ટેટે બેંકની ફસાઈ છે જેના રૂ 71686 કરોડ છે વાસ્તવ માં 2013માં વિલફુલ ડિફોલ્ટ માં રૂ 23000 કરોડ ફસાયા હતા જે 2022 માર્ચ ના અંતે રૂ 2.4 લાખ કરોડ થઇ છે ગુજરાત માં નોંધાયેલી કંપનીઓ માં રૂ 18546 કરોડ ફસાયા છે અને વિલફુલ ડિફોલ્ટરમાં ગુજરાત 5ાંચમાં સ્થાને છે.