રસીકરણ છતાં બ્રિટન, રશિયા સહિત અનેક દેશોમાં કોરોનાના સંક્રમણે ભારની ચિંતા વધારી છે. દેશનાં 13 રાજયોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જે ત્રીજી લહેરને ખતરાની ઘંટડી વગાડી રહી છે. દેશના 47 જિલ્લાઓમાં હજુ પણ પોઝિટીવીટી રેટ 10 ટકા ઉપર છે. જે ચિંતાનો વિષય છે.
એનસીડીસીનું કહેવું છે કે 80 ટકાથી વધારે સંક્રમણ ડેલ્ટા વેરિએન્ટના કારણે થઈ રહ્યું છે. જે ત્રીજી લહેરનું કારણ બની શકે છે. જે રીતે 68 ટકા વસ્તીને માર્ચથી જૂનની વચ્ચે સંક્રમણ થયું છે. તેમનામાં 6 મહિના સુધી એન્ટી બોડી અસરદાર રહી શકે છે. એ બાદ તે ખતમ થઈ જાય છે. રસી લેનારામાં પણ 6 મબિનામાં બાદ ઈમ્યૂનિટી ખતમ થવાનું શરુ થઈ જાય છે જે ત્રીજી લહેરનું મુખ્ય કારણ બની શકે છે. વર્ષના છેલ્લા મહિનામાં 68 ટકા વસ્તી પણ સંવેદનશીલ હશે. ડેલ્ટા પ્લસમાં 2 ફેરફાર થઈ ચૂકયા છે પણ હજું તે સંક્રમક નથી. પણ આ વેરિએન્ટની અસર અને અન્ય નવા વેરિએન્ટની એન્ટ્રી પણ ત્રીજી લહેરનું કારણ બની શકે છે.
દેશના બીજા રાજ્યોમાં કોરોનાની બીજી લહેરનુ જોર ઘટી રહ્યુ છે ત્યારે મહારાષ્ટ્ર અને કેરાલામાં કોરોનાના નવા કેસ સામે આવવાનો સિલસિલો અટકી રહ્યો નથી. આ આંકડા દેશને પણ ડરાવી રહ્યા છે. એવો પણ ભય વ્યક્ત થઈ રહ્યો છે કે, આ બંને રાજ્યોના કારણે દેશમાં બીજા રાજ્યોમાં કોરોનાની ત્રીજી લહેર ના આવે તો સારૂ. બીજી તરફ આ બે રાજ્યોમાં કોરોનાના કેસ કેમ વધી રહ્યા છે તે અંગે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડો. જે એ જયલાલે કહ્યુ હતુ કે, આ બંને રાજ્યોમાં મોટી સંખ્યામાં અન્ય દેશોના લોકો પર્યટન માટે કે બીજા કામ માટે આવતા હોય છે. આ બંને રાજ્યોમાં અન્ય રાજ્યોના લોકોની અવર જવર પણ મોટા પ્રમાણમાં છે. જેના કારણે અહીંયા કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યુ હતુ કે, કેરાલામાં કોરોનાનુ સંક્રમણ વધારે છે પણ મૃત્યુ દર ઓછો છે.
લોકડાઉન અંગે કોઈ સ્પષ્ટ નિર્ણય નહીં લેવાતા હોવાના કારણે કોરોનાનુ સંક્રમણ કેરાલામાં વધી ગયુ છે. કેરેલામાં દર સપ્તાહે બે દિવસ માટે લોકડાઉન લાગુ કરાય છે. જેના કારણે બજારોમાં ભીડ કાયમ રહે છે.લોકડાઉન તમામ જગ્યાએ અને તમામ માટે એક સાથે અને એક સરખુ લાગુ કરવામાં આવે તો જ કોરોના નિયંત્રણમાં આવશે. તેમણે બકરી ઈદના તહેવાર માટે કોરોના સંક્રમણ વધારે છે તે વિસ્તારોમાં પણ છૂટ આપવા બદલ કેરેલા સરકારની ઝાડકણી કાઢીને કહ્યુ હતુ કે, સરકારે લોકોને મહામારી વચ્ચે સંકટમાં મુકી દીધા છે.
બ્રિટન, રશિયા સહિતના દેશો વધારી રહ્યાં છે ભારતની ચિંતા
દેશના 13 રાજયોમાં વધતાં કોરોના કેસ ખતરાની ઘંટડી : બહારના લોકોની વધુ અવર-જવરને કારણે કેરળ, મહારાષ્ટ્રમાં નથી ઘટતાં કેસ