ધારાસભ્ય રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાની 100% ગ્રાન્ટમાંથી જામનગર મહાનગર વોર્ડ નં. 02 ખાતે કુલ રૂા. 44,40,000ના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તા. 27ના રોજ રાંદલ માતાના મંદિરે યોજાયો હતો. જેમાં વિસ્તારના વિવિધ વિકાસ કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
રાંદલ નગર ખાતે રાંદલ માતાજીના મંદિરમાં રૂા. 3,00,000ના ખર્ચે સભાખંડના ખાતમુહૂર્તનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નંદન પાર્ક ખાતે કાળેશ્વર મહાદેવના મંદિરમાં રૂા.5,00,000ના ખર્ચે કોમ્યુનિટી હોલના નિર્માણ અને રૂા.10,00,000ના ખર્ચે ડોમ નિર્માણના કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. પુનિત નગર ખાતે ખોડિયાર માતાજીના મંદિરમાં રૂા.10,00,000ના ખર્ચે સભાખંડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મેડલ પાર્ક ખાતે સુખનાથ મહાદેવના મંદિરમાં રૂા.1,50,000ના ખર્ચે ડોમ નિર્માણ તથા રૂા. 2,90,000ના ખર્ચે કોમ્યુનિટી હોલ નિર્માણના કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મધુશ્રીનગર વિસ્તારમાં શેરી નં. 04 ખાતે રૂા. 8,00,000ના ખર્ચે કોમ્યુનિટી હોલના નિર્માણનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે ગાયત્રી મંદિર પાસે રૂા. 4,00,000ના ખર્ચે કોમ્યુનિટી હોલ નિર્માણના કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ તકે મંત્રી રીવાબા જાડેજા ઉપરાંત પૂર્વ કોર્પોરેટરો જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, ડિમ્પલબેન રાવલ તથા વિસ્તારના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.