Tuesday, March 31, 2026
Homeરાજ્યજામનગરકાનાલુસ - જામનગર ડબલ ટ્રેકનું લોકાર્પણ - VIDEO

કાનાલુસ – જામનગર ડબલ ટ્રેકનું લોકાર્પણ – VIDEO

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી કર્યું લોકાર્પણ: સાંસદ પૂનમબેન માડમ, શહેર - જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્યો સહિતના જામનગર સ્ટેશને ઉપસ્થિત

કાનાલુસ-જામનગર ડબલ ટ્રેકનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે સાંસદ, શહેર-જિલ્લા ભાજપ પ્રમુખો, ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

ભારતીય રેલવેના આધુનિકીકરણ, ક્ષમતા વિસ્તરણ અને પ્રાદેશિક સંતૂલિત વિકાસના વિઝનને સાકાર કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પહેલ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રૂા. 891 કરોડના વિવિધ રેલ પ્રોજેક્ટનું લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કર્યું હતું. જેમાં રૂા. 257 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા કાનાલુસ-જામનગર રેલખંડનું ડબલિંગ (27 કિ.મી.)નું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ હેઠળ એકજ માર્ગ પર બે ટ્રેક ઉપલબ્ધ થયા છે. જેનાથી ટ્રેનોના સંચાલનમાં વિલંબ ઘટશે. આ કાનાલુસ-જામનગર ડબલ ટ્રેક ઉપરાંત ખેડબ્રહ્મા-હિમતનગર-અમદાવાદ (અસારવા) વચ્ચે નવી ટ્રેનસેવાનો પ્રારંભ, ખેડબ્રહ્મા-હિમતનગર રેલલાઇનનું લોકાર્પણ તથા ગાંધીધામ-આદીપુર રેલલાઇનના મલ્ટી ટ્રેકિંગ સહિતના અનેકવિધ કામોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું.

- Advertisement -

આ તકે જામનગર રેલવે સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં હાલારના સાંસદ પૂનમેબન માડમ, જામનગર (દક્ષિણ) વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનોદભાઇ ભંડેરી, પશ્ર્ચિમ રેલવે રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ મેનેજર ગિરિરાજકુમાર મીના સહિતના મહાનુભાવો, રેલવેના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular