Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં બંધન મ્યુચ્યુઅલ ફંડની નવી શાખાનું ઉદ્ઘાટન

જામનગરમાં બંધન મ્યુચ્યુઅલ ફંડની નવી શાખાનું ઉદ્ઘાટન

- Advertisement -

બંધન એએમસી લિમિટેડ (બંધન એએમસી)એ જામનગરમાં રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ વિતરકો (એમએફડી)ને વધુ સારી રીતે સેવા આપવા માટે નવી શાખાનું ઉદ્ઘાટન કર્યું છે. આ નવી શાખા પ્લેટિનમ, ઓફિસ નંબર 204, 2જા માળે, જોગર્સ પાર્ક કોલોની પાસે ખાતે આવેલી છે. જામનગરમાં નવી શાખામાં સંપૂર્ણ સુસજ્જ મીટીંગ કમ ટ્રેનીંગ રૂમનો સમાવેશ કરવામાં આવશે જેનો હેતુ જામનગરમાં તેની ગ્રાહક સેવા અને રોકાણકારોની જાગૃતિની પ્રવૃત્તિઓને વધારવાનો છે.

- Advertisement -

બંધન એએમસીના સીઈઓ વિશાલ કપૂરે નવી બ્રાન્ચ લોન્ચ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, જામનગર અમારા માટે ઉચ્ચ વૃદ્ધિનું બજાર રહ્યું છે, અને અમે ઘણા વર્ષોથી અમારા ભાગીદારો અને રોકાણકારો તરફથી મજબૂત પ્રતિસાદ અને સમર્થન પ્રાપ્ત કરીને ખુશ છીએ. અમારી નવી ઓફિસ આ મુખ્ય માર્કેટમાં અમારી પ્રતિબદ્ધતા અને હાજરીને વધુ મજબૂત બનાવે છે, અને અમને વિશ્વાસ છે કે અમારી ટીમ અને જામનગરમાં ભાગીદારો તેનો ઉપયોગ નાણાકીય જાગૃતિ વધારવા, મ્યુચ્યુઅલ ફંડ્સમાં વધુ રસ પેદા કરવા અને અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા પ્રદાન કરવા માટે કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular