ગુજરાતના સૌથી મોટા ટોયોટા કારના શોરૂમનું જામનગરના હાપા ખાતે ટોયોટા કિર્લોસ્કર મોટર પ્રા. લી.ના હેડ સ્ટ્રેટેજીક બીઝનેસ યુનિટ વેસ્ટ રાજેશ મેનનના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું.
ટોયટો કારના ઓનર અક્ષિતભાઈ પોબરૂના પિતાનો જન્મદિવસ હોવાના કારણે તેમણે જન્મદિવસના દિવસે જ ગુજરાતના સૌથી મોટા ટોયોટો કારના સોનું ઓપનિંગ રાખ્યું હતું.
ગુજરાતના સૌથી મોટા ટોયટો કારના શોરૂમમાં રૂપિયા 6 લાખથી અઢી કરોડ સુધીની ગાડીઓ અવેલેબલ હોવાનું પોબરૂંએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે જ પાંચ જેટલી કારનું વેચાણ થયું છે અને જામનગર વાસીઓનો સારો એવો સાહસ સરકાર મળી રહ્યો છે જેના કારણે દર વર્ષે જ્ઞિુંજ્ઞફિં કારનું જામનગરમાં મોટી સંખ્યામાં વેચાણ થઈ રહ્યું છે
જામનગર ટોયોટાના એમડી અને ઓનર અક્ષિત પોબારૂ, જામનગરના ધારાસભ્ય દિવ્યશ અકબરી જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદ ખીમસુરીયા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, લોહાણા અગ્રણી જીતુભાઇ લાલ, સહિતના મહાનુભાવો ટોયોટો કારના શોરૂમના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા