Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરશહેરમાંથી બે દિવસમાં 34 ઢોરોને ડબ્બે પૂર્યા

શહેરમાંથી બે દિવસમાં 34 ઢોરોને ડબ્બે પૂર્યા

જામનગર મનપા દ્વારા બે વર્ષમાં 2518 જેટલા ઢોરોને પકડી પડાયા : લમ્પિ સ્ક્રિન ડીસીઝ વાઇરસના વેક્સિન અપાયા

- Advertisement -

જામનગર શહેરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ છેલ્લા બે દિવસમાં જામનગર મહાનગરપાલિકાએ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી રખડતા 34 ઢોરોને પકડી પાડયા છે. બે વર્ષમાં કુલ 2518 ઢોરોને ડબ્બે પુર્યા છે. પકડેલા ઢોરોનું લમ્પિ સ્કિન ડીસીઝ વાઇરસના વેક્સિન અપાયા હતાં. ઠંડીના કારણે ઢોરોને શણના કથોળાથી બાંધવાની કામગીરી પણ કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગર શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ભટકતા ઢોરોનો ત્રાસ દૂર કરવા જામનગર મહાનગરપાલિકા દ્વારા શરુ કરવામાં આવેલ ઝુંબેશ અંતર્ગત છેલ્લા બે દિવસમાં 34 ઢોરોને શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી પકડવામાં આવ્યા હતાં. તેમજ ચાલુ વર્ષે કુલ 2518 જેટલા ઢોરોને પકડી જુદાજુદા ઢોર ડબ્બા ખાતે રાખવામાં આવ્યા હતાં. આ તમામ ઢોરોનું લમ્પી સ્કીન ડીસીઝ વાઇરસ વેક્સિનેસન તથા ઈયર ટેગિંગ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. ટૂંક સમયમાં અમદાવાદ સ્થિત ગોપાલકૃષ્ણ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, પાંજરાપોળમાં મોકલવામાં આવનાર છે. હાલ શિયાળાની સીઝન શરુ થયેલ હોય, ઢોર ડબ્બામાં રાખવામાં આવેલ ઢોરોને ઠંડીથી રક્ષણ આપવા શણના કોથળા બાંધવાની કામગીરી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular