જામનગર શહેરમાં જુદા-જુદા ત્રણ સ્થળોએ એલસીબીની ટીમે રેઈડ દરમિયાન 93 બોટલ દારૂ અને મોબાઇલ ફોન તથા કાર મળી કુલ રૂા. 2.77 લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં જુદાં-જુદાં સ્થળોએ દારૂ અંગેની મળેલી બાતમીના આધારે એલસીબીના શિવભદ્રસિંહ જાડેજા, ફિરોજ ખફી, હરદીપ ધાધલ, યશપાલસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, ભગરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાંધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઇ માલકિયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે ગુલાબનગર રાજમોતી સોસાયટીમાં રહેતાં જીતુદાન રાયદે ગઢવીના મકાનમા રેઈડ દરમિયાન જીજે-15-સીએફ-3774 નંબરની વેગેનાર કારમાં તલાસી લેતા તેમાંથી રૂા.28,000 ની કિંમતની 70 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા એલસીબીએ કાર અને દારૂ મળી રૂા.2,33,000 નો મુદ્દામાલ કબ્ઝે કરી પૂછપરછ હાથ ધરતાં દારૂ સપ્લાય કરનાર ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામના પદુભાનું નામ ખુલતા તેની શોધખોળ આરંભી હતી.
બીજો દરોડો, શરૂ સેકશન રોડ પરથી એમ.પી. શાહ ઉદ્યોગનગર પાછળના વિસ્તારમાં રહેતાં હરદેવસિંહ ઉર્ફે દાબેલી ગુમાનસિંહ જાડેજા નામના શખ્સના જીજે-10-સીકે-1752 નંબરના એકટીવાની તલાસી લેતા તેમાંથી રૂા.4400 ની કિંમતની 11 બોટલ દારૂ મળી આવતા પોલીસે રૂા.34,900 ની કિંમતનો દારૂ-મોબાઇલ અને એકટીવા કબ્જે કરી તપાસ આરંભી હતી.
ત્રીજો દરોડો, ગુલાબનગર શ્યામ ટાઉનશીપમાં રહેતાં અજય કેશુભાઈ હડિયલના મકાનમાં તલાસી લેતા તેમાંથી રૂા.4800 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 12 બોટલ મળી આવતા એલસીબીએ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.