Tuesday, March 31, 2026
Homeરાજ્યજામનગરજામ્યુકોની છેલ્લી સ્ટેન્ડીંગમાં રૂા. 706 કરોડના કામોને બહાલી

જામ્યુકોની છેલ્લી સ્ટેન્ડીંગમાં રૂા. 706 કરોડના કામોને બહાલી

264 કરોડના કામો નામંજૂર : 576.41 કરોડના કામોનો સૈદ્ધાંતિક સ્વીકાર : 129.59 કરોડના જરૂરિયાત મુજબના કામોને મંજૂરી : ચેરમેનએ હોદેદારો, અધિકારીઓ અને મહાપાલિકાના કર્મચારીઓનો માન્યો આભાર

જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોની તા. 10 માર્ચ 2026ના રોજ પાંચ વર્ષની મુદ્ત પૂર્ણ થઇ રહી છે. જો કે, હાલમાં જ રાજ્ય સરકાર અને કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા યોજાયેલી ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમના કારણે જામનગર સહિત છ મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ મોડી યોજવામાં આવનાર હોય જેથી આ મહાનગરપાલિકાઓમાં બુધવાર રાત્રિથી વહીવટદારનું શાસન અમલી બની જશે. તે પૂર્વે મંગળવારે સાંજે યોજાયેલી છેલ્લી સ્ટેન્ડીંગ કમિટીમાં કુલ 264.81 કરોડના કામો નામંજૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત 576.41 કરોડના કામોનો સૈદ્ધાંતિક સ્વીકાર તથા 129.59 કરોડના જરૂરિયાત મુજબના કામોને જ મંજૂરી આપવામાં આવી છે. સ્ટે. ચેરમેનએ તેમના કાર્યકાળની છેલ્લી કમિટીની બેઠકમાં કમિશનર, અધિકારીઓ, પદાધિકારીઓ અને મહાનગરપાલિકાના કર્મચારીઓનો આભાર વ્યક્ત કરી છેલ્લી કમિટીની બેઠક સંપન્ન કરી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના સ્ટે. કમિટીના ચેરમેન નિલેશભાઇ કગથરાના અધ્યક્ષસ્થાને મળેલી તેમના કાર્યકાળની અને પાંચ વર્ષની મુદ્ત પૂર્ણ થતી હોય જેમની છેલ્લી સ્ટે. કમિટીની બેઠક આજે મળી હતી. જેમાં રૂા. 706 કરોડના 94 કામોને બહાલી આપવામાં આવી હતી. જેમાં રૂા. 264.81 કરોડના કામોને નામંજૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત રૂા. 576.41 કરોડના સૈદ્ધાંતિક ખર્ચનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. રૂા. 129.59 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. આજની છેલ્લી સ્ટે. કમિટીમાં ચેરમેનના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી. એન. મોદી, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જીનિયર ભાવેશ જાની, આસિટન્ટ કમિશનર (વહીવટ) મુકેશ વરણવા, ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર (ટેક્સ) જીજ્ઞેશ નિર્મળ અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યાં હતા.

આ છેલ્લી સ્ટે. કમિટીની બેઠકમાં મુખ્ય કામોમાં ગણીએ તો, ગુલાબનગર રેલવે ઓવર બ્રીજથી ધુવાવ બ્રીજ સુધી આસ્ફાલ્ટ સિક્સલેન વાઇડનિંગ તથા ગુલાબનગર રેલવે ઓવરબ્રીજથી ધુંવાવ બ્રીજથી ખીજડિયા આસ્ફાલ્ટ રિ-કાર્પેટીંગ અને સમર્પણ સર્કલથી ખંભાળિયા બાયપાસ સુધી આસ્ફાલ્ટ સિક્સલેન વાઇડનિંગ અને દિગ્જામ સર્કલથી સમર્પણ સર્કલ થઇ ખંભાળિયા બાયપાસ સુધી આસ્ફાલ્ટ રિ-કાર્પેટીંગનું કામ તેમજ ભાનુ પંપથી લાલપુર બાયપાસ જંકશન સુધી રી-કાર્પેટીંગ કરવાના કામ પેટે રૂા. 649.50 લાખ, સિકયોરિટી ગાર્ડ, કોમ્પ્યુટર ઓપરેટર, અધર સ્ટાફ ઓફ રણમલ લેક તથા ખંભાળિયા ગેઇટ (3 વર્ષના કામના ખર્ચ માટે) રૂા. 424.59 લાખ, ઉપરાંત સિક્યોરિટી ગાર્ડ, ક્લિનિંગ, કોમ્પ્યુટર ઓપરેટર અને સ્ટાફ માટે ભુજિયા કોઠાના કામ પેટે ત્રણ વર્ષ માટે રૂા. 101.02 લાખ, એસજેએમએમએસવીવાય/જીયુડીએમની ગ્રાન્ટ અંતર્ગત 100 થી 300 એમએમ ડાયામીટર કે-7 ક્લાસ ડીઆઇસીએલ પાઇપ (વીથ રબ્બર ગાસ્કેટ) ક્ધફર્મિંગ ટુ આઇએએસ 8329/2000 બીયરીંગ આઇએસઆઇ માર્ક એન્ડ સ્યુટેબલ પુશ ઓન જોઇન્ટ્સના એક વર્ષના કામ માટે રૂા. 464.62 લાખનો ખર્ચને મંજૂરી આપવામાં આવી છે.

- Advertisement -

આ ઉપરાંત એસજેએમએમવીવાય-વર્ષ 2025-’26ની ગ્રાન્ટ અંતર્ગત ટી.પી. સ્કીમ નંબર 3/બી અને ટી.પી. સ્કિમ નંબર પ તથા ટી.પી. સ્કીમ નંબર 23 (જામનગર)ના વિસ્તારોમાં મેટલ રોડ બનાવવા માટે રૂા. 397.78 લાખના ખર્ચને તેમજ ટી.પી. સ્કીમ નંબર 21 (જામનગર)ના વિસ્તારોમાં મેટલ રોડ બનાવવા માટે રૂા. 397.78 કરોડના ખર્ચને, ટી.પી. સ્કીમ 1 (જાડા), ટી.પી.સ્કીમ 2 (જાડા) અને ટી.પી. સ્કીમ નંબર 23 માટે રૂા. 397.78 કરોડના ખર્ચે મેટલ રોડ તથા ટી.પી. સ્કીમ 11 (જામનગર)માં મેટલ રોડ માટે રૂા. 397.78 કરોડના ખર્ચને બહાલી અપાઇ છે. તેમજ ટી.પી. સ્કીમ 20 (જામનગર)માં મેટલ રોડ માટે રૂા. 397.78 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી છે.

ઉપરાંત વર્ષ 2026 માટે બેકહો લોડર, ડમ્પર, એક્સકેવેટર (હિટાચી) તથા ટ્રેકટર વીથ ટ્રોલી સપ્લાય કરવાના (એક્સ્ટેન્શન) અંગે તા. 12-06-2025ના સ્ટે. કમિટી ઠરાવ નંબર 1178ના રિ-ટેન્ડર માટે કાર્યવાહી હાથ ધરાઇ છે. ઉપરાંત શહેરના નવી વિકસિત સોસાયટીઓમાં તેમના દ્વારા રાખેલા સફાઇ કામદારોને સોસાટીઓને ચૂકવવાના રૂા. 263.16 લાખના ખર્ચને બહાલી આપવામાં આવી છે. ઉપરાંત સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી વિકાસ યોજના વર્ષ 2026-’27ની ગ્રાંટ અન્વયે શહેરી સડક યોજનાના કામો માટે રૂા. 8810.55 લાખના તેમજ આ યોજના હેઠળ આંતરમાળખાકીય સુવિધાના કાર્ય માટે રૂા. 32409.80 લાખ તથા આ યોજના હેઠળ આઉટ ગ્રોથ વિસ્તારના કામો માટે રૂા. 10113.28 લાખના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ વર્ષ 2025-’26ની આંતરમાળખાકીય સુવિધા ગ્રાન્ટ હેઠળ ડીકેવીથી વિરલબાગ, જોગર્સ પાર્ક, કલેક્ટર કચેરી સુધીના માર્ગને સીસીરોડના કામ પેટે રૂા. 404.83 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા માટે જુદા જુદા પ્રકારના વાહનો ખરીદવા માટે રૂા. 1446.64 લાખ, સિટીબસ સર્વિસ માટે ફેર કલેકશન અને ટિકિટીંગની સર્વિસ માટે રૂા. 1943.37 લાખ, સાત રસ્તા સર્કલથી એસટી સ્ટેન્ડ સુધીના રોડની સાઇટ ડેવલપમેન્ટ અને જ્ઞાનશક્તિ સર્કલ, દરબારગઢ સર્કલ તથા બેડીગેઇટ સર્કલ/જંકશનના વિકાસ માટે રૂા. 524.96 લાખના કામોને ચેર પરથી મંજૂરી આપવામાં આવી છે. આમ, જામનગર મહાનગરપાલિકાની છેલ્લી સ્ટે. કમિટીની બેઠકમાં કુલ 50 વિકાસકાર્યોને તથા 44 મળી કુલ 94 વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular