Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયછેલ્લાં 10 વર્ષોમાં કોંગ્રેસ પાર્ટી 51 ચૂંટણી હારી

છેલ્લાં 10 વર્ષોમાં કોંગ્રેસ પાર્ટી 51 ચૂંટણી હારી

- Advertisement -

દેશની સૌથી જૂની પાર્ટીમાંથી છુટકારો મેળવવાની દોડધામ ચાલી રહી છે. જેમાં કોંગ્રેસ છોડનારા નેતાઓની યાદી લાંબી છે. 10 વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો 2014થી અત્યાર સુધીમાં 12 પૂર્વ મુખ્યમંત્રીઓ સહિત 50થી વધુ મોટા નેતાઓ કોંગ્રેસને અલવિદા કહી ચૂક્યા છે. આ તમામ નેતાઓના કોંગ્રેસ છોડવાનું કારણ પાર્ટીના નેતૃત્વ અને કાર્યશૈલીમાં રહેલી ખામીઓ હોવાનું કહેવાય છે. સૌથી જૂની પાર્ટીની તરફેણમાં ચૂંટણી લડનારા મોટા ભાગના નેતાઓ હવે ભાજપના વખાણ કરી રહ્યા છે. આ નેતાઓની પાર્ટી છોડવાની અસર ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. 10 વર્ષમાં પાર્ટી લોકસભા અને વિધાનસભા સહિત કુલ 51 ચૂંટણી હારી છે.મિલિંદ દેવરા, ગીતા કોડા, બાબા સિદ્દીકી, રાજેશ મિશ્રા, અંબરીશ ડેર, જગત બહાદુર અન્નુ, ચાંદમલ જૈન, બસવરાજ પાટીલ, નારણ રાઠવા, વિજેન્દર સિંહ, સંજય નિરુપમ અને ગૌરવ વલ્લભ જેવા નેતાઓએ હાલમાં જ કોંગ્રેસનો સાથ છોડ્યો છે. હિમંતા બિસ્વા સરમા, ચૌધરી બિરેન્દર સિંહ, રણજિત દેશમુખ, જી.કે.વાસન, જયંતિ નટરાજન, રીટા બહુગુણા જોશી, એન બિરેન સિંહ, શંકર સિંહ વાઘેલા, ટી. વડક્કન, જ્યોતિરાદિત્ય સિંધિયા, કે.પી. યાદવ, પ્રિયંકા ચતુર્વેદી, પીસી ચાકો, જિતિન પ્રસાદ, સુષ્મિતા દેવ, લલિતેશ ત્રિપાઠી, પંકજ મલિક, હરેન્દ્ર મલિક, ઈમરાન મસૂદ, અદિતિ સિંહ, સુપ્રિયા એરન, આરપીએન સિંહ, અશ્વિની કુમાર, રિપુન બોરા, હાર્દિક પટેલ, સુનીલ જાખડ, કપિલ સિબ્બલ, કુલદીપ બિશ્નોઈ, જયવીર શેરગિલ, અનિલ એન્ટોની, સીઆર કેસવાન વગેરે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular