Friday, December 27, 2024
Homeબિઝનેસપ્રથમ ત્રિમાસિકમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી સારી નીવડવાની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં તેજી તરફી...

પ્રથમ ત્રિમાસિકમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી સારી નીવડવાની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૭.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૩૭૨.૬૯ સામે ૫૨૬૯૪.૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૨૫૪૫.૬૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૬.૧૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૯૭.૦૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૭૬૯.૭૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૧૧.૯૫ સામે ૧૫૭૯૮.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૭૫૮.૨૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૪.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૨.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૮૩૩.૯૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત તેજી સાથે થઈ હતી. કોરોના મહામારી સામે એક તરફ વેક્સિનેશન પ્રોગ્રામને વેગ આપવા થઈ રહેલા પ્રયાસો સામે કોરોનાના ડેલ્ટ પ્લસ સહિતના નવા વેરિએન્ટના કારણે હવે ત્રીજી લહેરની ચિંતા અને આર્થિક મોરચે ભારતે આગામી દિવસોમાં મોટા પડકારોનો સામનો કરવો પડે એવી શકયતા છતાં વેક્સિનેશન મુદ્દે સરકાર દ્વારા વર્ષાન્ત સુધીમાં તમામને રસીના આશાવાદ અને દેશમાં ચોમાસાની સારી પ્રગતિ થઈ રહી હોવા સાથે કોરોના સંક્રમણની બીજી લહેર બાદ દેશમાં આર્થિક, ઔદ્યોગિક પ્રવૃતિ વધવા લગતા આજે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો.

- Advertisement -

સ્થાનિક સ્તરે પેટ્રોલ, ડિઝલના સતત વધતાં જતાં ભાવની નેગેટીવ અસર આગામી દિવસોમાં પડવાની ધારણા છતાં કોરોના મહામારીનું સંક્રમણ મંદ પડતાં અને બીજી તરફ અનલોક સાથે દેશમાં ઔદ્યોગિક – આર્થિક પ્રવૃતિ ધમધમવા લાગતાં આગામી દિવસોમાં આર્થિક વિકાસને વેગ મળવાની અપેક્ષા સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય અર્થતંત્રમાં ઝડપી રિકવરીનો અંદાજ મૂકીને આગામી દિવસોમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી સારી નીવડવાની અપેક્ષાએ તેજી કરતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, આઇટી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૫૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૬૧ અને વધનારની સંખ્યા ૧૮૫૩ રહી હતી, ૧૪૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૧૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોનાની બીજી લહેરના ફેલાવાને અટકાવવા દેશના વિવિધ રાજ્યો દ્વારા નિયમનકારી પગલાં હાથ ધરાતા વેપાર કામકાજ પર તેની અસર પડી હતી, જેમાં સેવા ક્ષેત્ર પણ બાકાત રહી શકયું નહોતું. જુલાઈ ૨૦૨૦ બાદ સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં મોટો ઘટાડો જોવાયો હતો. નવા વેપાર તથા રોજગારમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસ (જીડીપી)માં સેવા ક્ષેત્રનું યોગદાન ૬૦%થી પણ વધુ  રહે છે, ત્યારે સેવા ક્ષેત્રમાં કોઈપણ પ્રતિકૂળ અસર દેશ સામે આર્થિક જોખમ ગણી શકાય છે. સપ્ટેમ્બર – ઓકટોબર માસમાં કોરોનાની ત્રીજી લહેર આવવાનું જોખમ તોળાઈ રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં ઉત્પાદન તથા સેવા ક્ષેત્રમાં રોજગારની સ્થિતિમાં ખાસ સુધાર જોવા મળવાની શકયતા જોવાતી નથી. 

કોરોનાના કાળમાં માત્ર ભારત જ નહીં પણ અન્ય દેશોને પણ વેપારમાં ફટકો પડયો છે. જો કે અમેરિકા, યુકે, યુરોપ, જાપાન તથા ચીન જેવા દેશો કોરોનાને પાછળ મૂકી ફરી આર્થિક પ્રગતિ તરફ વળી ગયા છે. કોરોનાને કારણે પડેલી એકંદર આર્થિક અસરને જોતા  દેશનો  આર્થિક વિકાસ દર નજીકના ભવિષ્યમાં  ઊંચા દ્વીઅંકમાં જોવા મળવા સામે શંકા છે. જીડીપીમાં સેવા ક્ષેત્રનો હિસ્સો ઊંચો હોવાથી આર્થિક વિકાસ દર વધવા માટે હજુ સમય લાગી જશે એવો મત પ્રવર્તી રહ્યો છે.

તા.૧૪.૦૭.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૩.૦૭.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૮૩૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૭૭૭ પોઈન્ટના પ્રથમ અને ૧૫૭૦૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૮૮૮ પોઈન્ટ થી ૧૫૯૦૯ પોઈન્ટ ૧૫૯૧૯ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૯૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૩.૦૭.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૫૭૪૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૬૩૬૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૬૭૬ પોઈન્ટ થી ૩૫૬૦૬ પોઈન્ટ, ૩૫૪૭૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૫૮૧ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૫૫ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૪૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૯૪ થી રૂ.૧૬૦૬ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૧૬ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૪૨૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૦૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૪૪ થી રૂ.૧૪૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ઓરબિંદો ફાર્મા ( ૯૬૮ ) :- રૂ.૯૪૪ નો પ્રથમ તેમજ રૂ.૯૩૦ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૮૪ થી રૂ.૯૯૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • બર્જર પેઈન્ટ ( ૮૪૧ ) :- ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૫૫ થી રૂ.૮૬૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૨૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૭૦૩ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૮૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૧૭ થી રૂ.૭૨૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • બાટા ઇન્ડિયા ( ૧૫૭૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફૂટવેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૯૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૬૦ થી રૂ.૧૫૪૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૦૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • હેવલ્સ ઇન્ડિયા ( ૧૦૩૭ ) :- રૂ.૧૦૬૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૭૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૦૧૭ થી રૂ.૧૦૦૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • એચસીએલ ટેકનોલોજી ( ૯૬૬ ) :- ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૮૯ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૪૭ થી રૂ.૯૩૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ભારત ફોર્જ ( ૮૧૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૯૭ થી રૂ.૭૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ગ્લેનમાર્ક ફાર્મા ( ૬૫૮ ) :- ૬૭૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૮૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૪૪ થી રૂ.૬૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૮૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular